આવતી કાલે એક્સપાયરી પૂર્વે શેરબજાર સુધારે ખૂલ્યું

અમદાવાદ: આવતી કાલે નવેમ્બર એક્સપાયરી પૂર્વે આજે શેરબજારમાં વધુ સુધારાની ચાલ નોંધાઈ હતી. સવારે ૯.૩૨ કલાકે બીએસઈ સેન્સેક્સ ૮૧ પોઈન્ટના સુધારે ૨૬,૦૪૨ જ્યારે એનએસઈ નિફ્ટી ૨૧ પોઈન્ટના સુધારે ૮૦૨૩ પોઈન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. જોકે ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેર પ્રેશરમાં જોવા મળ્યા હતા.

ટાટા સ્ટીલ, લુપિન, સન ફાર્મ, હીરો ઓટો કોર્પ, સિપ્લા, ભારતી એરટેલ, લાર્સન કંપનીના શેરમાં ૩.૫૦ ટકા સુધાનો ઉછાળો નોંધાયો હતો તો બીજી બાજુ ભેલ, એનટીપીસી અને ગેઈલ કંપનીના શેરમાં ૦.૯૦ ટકા સુધીનો ઘટાડો નોંધાતો જોવાયો હતો.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે એફઆઈઆઈનું વેચવાલીનું દબાણ ઘટ્યું છે. ક્રૂડમાં પણ જોવા મળેલ સુધારાની ચાલની અસર વૈશ્વિક બજાર ઉપર જોવા મળી છે. આજે શરૂઆતે મોટા ભાગના એશિયાઈ બજારો પોઝિટિવ ખૂલ્યાં હતા. તેની અસર સ્થાનિક બજાર ઉપર પણ જોવાઈ હતી.
visit : www.sambhaavnews.com

You might also like