શેરબજારમાં સુધારાની ચાલ અટકીઃ ઉ.કોરિયા ઈફેક્ટ

અમદાવાદ: ઉત્તર કોરિયાએ જાપાન તરફ ફરી એક વાર મિસાઇલ છોડતાં વૈશ્વિક શેરબજારમાં તેની નકારાત્મક અસર નોંધાઇ છે. આજે મોટા ભાગનાં એશિયાઇ શેરબજાર રેડ ઝોનમાં ખૂલ્યાં હતાં. દરમિયાન ભારતીય શેરબજારમાં પણ સુધારાની ચાલ અટકી હતી. આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૬૧ પોઇન્ટના ઘટાડે ૩૨,૧૮૦, જ્યારે એનએસઇ નિફ્ટી ૨૫ પોઇન્ટના ઘટાડે ૧૦,૦૬૦ પોઇન્ટના મથાળે ટ્રેડિંગમાં જોવા મળી હતી. બેન્ક નિફ્ટી પણ રેડ ઝોનમાં ખૂલી હતી. આજે શરૂઆતે બેન્ક નિફ્ટી ૩૯ પોઇન્ટના ઘટાડે ૨૪,૮૭૩ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી.

આજે શરૂઆતે ઓટોમોબાઇલ, બેન્ક, કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરમાં ઘટાડાની ચાલ નોંધાઇ હતી તો બીજી બાજુ ઓઇલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં સુધારો નોંધાયો હતો. ઓએનજીસીના શેરમાં ૧.૯૧ ટકાનો સુધારો જોવાયો હતો, જ્યારે કોલ ઇન્ડિયા કંપનીના શેરમાં ૧.૨૯ ટકાનો વધારો થયો હતો. બીજી બાજુ ભેલ, કોટક મહિન્દ્રા અને એશિયન પેઇન્ટ્સ કંપનીના શેર પ્રેશરમાં જોવાયા હતા.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ઉત્તર કોરિયાએ જાપાન તરફ મિસાઇલ છોડવાના સમાચારે પેનિક સેલિંગ જોવાયું છે.

નિફ્ટીના આ શેરમાં ઘટાડો
વિપ્રો ૪.૨૧ ટકા
વેદાન્તા ૨.૨૬ ટકા
ગેઈલ ૧.૭૩ ટકા
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૧.૨૭ ટકા
કોટક મહિન્દ્રા બેન્ક ૧.૨૩ ટકા

નિફ્ટીના આ શેરમાં સુધારો
સન ફાર્મા ૪.૨૩ ટકા
એક્સિસ બેન્ક ૪.૧૦ ટકા
ટાટા મોટર્સ ૩.૭૯ ટકા
અદાણી પોર્ટ્સ ૩.૩૬ ટકા
સિપ્લા ૨.૦૮ ટકા

You might also like