શેરબજારમાં શરૂઆતે શુષ્ક ચાલઃ બેન્ક શેર અપ

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજારમાં શુષ્ક ચાલ જોવા મળી છે. બીએસઇ સેન્સેક્સ ૨૩ પોઇન્ટના ઘટાડે ૨૮,૩૧૬, જ્યારે એનએસઇ નિફ્ટી ત્રણ પોઇન્ટના ઘટાડે ૮,૭૮૯ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. ઓટોમોબાઇલ સેક્ટરના શેરમાં જોરદાર પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું, જોકે બેન્ક શેરમાં સાધારણ સુધારો નોંધાયો હતો.

આજે શરૂઆતે ટાટા મોટર્સ કંપનીના શેરમાં વધુ ૩.૬૮ ટકાનો ઘટાડો નોંધાયો હતો. એ જ પ્રમાણે હીરો મોટો કોર્પ કંપનીનાે શેર પણ પ્રેશરમાં જોવાયો હતો. આ શેરમાં બે ટકાનો ઘટાડો નોંધાયો હતો તો બીજી બાજુ ભારતી એરટેલ, ગેઇલ અને રિલાયન્સ કંપનીના શેરમાં ૧.૯૦થી ત્રણ ટકા સુધીનો સુધારો નોંધાયો હતો.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે નિફ્ટી મનોવૈજ્ઞાનિક ૮,૮૦૦ની સપાટીની નીચે ટ્રેડિંગમાં જોવા મળી રહી છે, જેના પગલે બજારમાં પ્રેશરની ચાલ નોંધાઇ છે. ટાટા મોટર્સ કંપનીના અપેક્ષા કરતાં નબળાં પરિણામની અસરથી ઓટો સેક્ટરમાં પ્રેશર જોવાયું છે. એ જ પ્રમાણે ફાર્માસ્યુટિકલ સેક્ટરના શેરમાં પણ વેચવાલી નોંધાઇ હતી.

બજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે સકારાત્મક પરિબળોના અભાવ વચ્ચે રોકાણકારો વેટ એન્ડ વોચની નીતિ અપનાવી રહ્યા છે. તો બીજી બાજુ વૈશ્વિક બજારમાં પણ અનિશ્ચિતતાભર્યા માહોલની અસર જોવા મળી રહી છે.

ઓટો શેર વધુ ગગડ્યા
ટાટા મોટર્સ ૮.૨૮ ટકા
અશોક લેલેન્ડ ૦.૯૨ ટકા
મારુતિ સુઝુકી ૦.૪૩ ટકા
હીરો મોટો કોર્પ. ૦.૨૯ ટકા
બજાજ ઓટો ૦.૨૩ ટકા
http://sambhaavnews.com/

You might also like