શેરબજારમાં ઘટાડાથી આઈટી શેરમાં ખરીદી

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજારમાં સુધારાની ચાલ નોંધાતી જોવા મળી હતી. બીએસઇ સેન્સેક્સ ૧૧૩ પોઇન્ટના સુધારે ૩૨,૦૧૭, જ્યારે એનએસઇ નિફ્ટી ૩૪ પોઇન્ટના સુધારે ૯૯૦૭ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. બેન્ક, ઓટોમોબાઇલ અને ફાર્માસ્યુટિકલ કંપનીના શેરમાં પ્રોફિટ બુકિંગ જોવાયું હતું. તો બીજી બાજુ આઇટી કંપનીના શેરમાં ઉછાળો નોંધાયો હતો. રિલાયન્સ કંપનીના શેર સહિત મિડકેપ અને સ્મોલકેપ કંપનીના શેરમાં સુધારાની ચાલ જોવા મળી હતી.

આજે શરૂઆતે લ્યુપિન, ભારતી એરટેલ અને ભેલ કંપનીના શેરમાં ૦.૭૫ ટકાથી બે ટકાનો ઘટાડો નોંધાયો હતો. તો બીજી બાજુ વિપ્રો, રિલાયન્સ અને ઇન્ફોસિસ કંપનીના શેરમાં એક ટકાથી સાત ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો.
મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરના શેર જેવા કે એમઆરપીએલ, બાયોકોન, જેપી એસોસિયેટ્સ, જેપી ઇન્ફ્રા., સ્ટરલાઇટ ટેક. કંપનીના શેરમાં શરૂઆતે પાંચ ટકાનો ઉછાળો નોંધાયો હતો.

આઈટી શેરમાં ઉછાળો
વિપ્રો ૭.૯૨ ટકા
ઈન્ફોસિસ ૦.૯૦ ટકા
ટીસીએસ ૦.૪૮ ટકા

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડમાં સુસ્તી
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડમાં સુસ્ત કારોબાર જોવા મળી રહ્યો છે. નાયમેક્સ ક્રૂડ ૪૭ ડોલરની આસપાસ ટ્રેડિંગમાં જોવા મળી રહ્યું છે, જ્યારે બ્રેન્ટ ક્રૂડ પણ ૦.૧ ટકાનો ઘટાડો નોંધાઇ ૪૯.૩ ડોલરના સ્તરે કારોબારમાં છે.

રિલાયન્સના શેરમાં ઉછાળો
ગઈ કાલે અપેક્ષા કરતાં સારાં પરિણામ આવવાના પગલે આ કંપનીના શેરમાં ઉછાળો નોંધાયો હતો. આજે શરૂઆતે આ કંપનીના શેરમાં ૧.૮૦ ટકાનો ઉછાળો નોંધાઇ આ કંપનીનો શેર રૂ. ૧૫૫૫ના મથાળે ટ્રેડિંગમાં જોવા મળ્યો હતો. પાછલા છ મહિનામાં આ કંપનીના શેરમાં ૫૧ ટકા ઉછાળો નોંધાયો હતો.
http://sambhaavnews.com/

You might also like