શેરબજારમાં શુષ્ક ચાલ જોવાઈઃ ઓટો-મેટલ સેક્ટરમાં વેચવાલી

728_90

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજારમાં શુષ્ક ચાલ જોવા મળી હતી. બીએસઇ સેન્સેક્સ ૨ પોઇન્ટના ઘટાડે ૩૧,૨૮૮, જ્યારે એનએસઇ નિફ્ટી ૮ પોઇન્ટના ઘટાડે ૯,૬૨૧ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. મેટલ, ઓટોમોબાઇલ, બેન્ક શેરમાં વેચવાલી નોંધાઇ હતી.

આજે શરૂઆતે ટાટા સ્ટીલ કંપનીના શેરમાં ૦.૮૬ ટકાનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે ઓટો સેક્ટરની અગ્રણી હોરો મોટો કોર્પ અને મારુતિ સુઝુકી કંપનીના શેરમાં ૦.૬૦ ટકાથી ૦.૮૦ ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો તો બીજી બાજુ ફાર્મા સેક્ટરમાં નીચા મથાળે લેવાલી નોંધાઇ હતી. લ્યુપિન, સન ફાર્મા કંપનીના શેરમાં ૦.૮૦ ટકાથી એક ટકા સુધીનો સુધારો જોવાયો હતો.

જાણકારોના જણાવ્યા પ્રમાણે જે રીતે બજારમાં સુધારો નોંધાતો જોવા મળ્યો છે અને મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરમાં કરેક્શન જોવા મળ્યું છે. આ જોતાં શેરબજાર ઉપર પણ તેની અસર જોવા મળી છે. રિલાયન્સમાં પણ ૦.૪૫ ટકાનો સુધારો નોંધાયો હતો.

ફાર્મા સેક્ટરમાં સુધારો
લ્યુપિન ૧.૩૯ ટકા
ડો. રેડ્ડીઝ લેબ્સ ૦.૮૨ ટકા
સિપ્લા ૦.૭૬ ટકા
સન ફાર્મા ૦.૭૧ ટકા

રૂપિયામાં મજબૂતાઈની ચાલ
આજે શરૂઆતે ડોલર સામે રૂપિયો ૬૪.૫૬ની સપાટીએ ખૂલ્યો હતો. ત્રણ પૈસાની મજબૂતાઇ શરૂઆતે નોંધાઇ હતી. ગઇ કાલે છેલ્લે રૂપિયો ૬૪.૫૯ની સપાટીએ બંધ જોવાયો હતો.

આ શેર All Time High
આદિત્ય બિરલા નુવો રૂ. ૧,૭૬૪.૪૫
આંધ્ર શુગર રૂ. ૩૪૯.૮૦
કેન ફિન હોમ રૂ. ૩૩૩૩.૦૦
કોલગેટ પામોલિવ રૂ. ૧૧૧૫.૦૦
ડીએચએફએલ રૂ. ૪૬૮.૪૫
એચડીએફસી બેન્ક રૂ. ૧,૭૧૫.૬૦
ICICI પ્રૂડેન્શિયલ રૂ. ૪૪૯.૭૫
જિન્દાલ વર્લ્ડ વાઈડ રૂ. ૬૬૫.૭૫
કોટક બેન્ક રૂ. ૧૦૦૪.૭૫
એલએન્ડટી હાઉસિંગ ફાઈ.
રૂ. ૧૫૦.૧૦
એલએન્ડટી ઈન્ફોટેક રૂ. ૮૪૦.૦૦
પોલ્સન રૂ. ૧૫,૬૫૧.૨૦
એનબીસીસી ઇન્ડિયા રૂ. ૨૧૩.૭૦
મહિન્દ્રા હોલિડે એન્ડ રિસોર્ટ
રૂ. ૬૨૭.૪૫
સ્પાઈસ જેટ રૂ. ૧૩૬.૩૦
સુંદરમ્ ફાસ્ટનર્સ રૂ. ૪૬૮.૦૦

http://sambhaavnews.com/

You might also like
728_90