શેરબજારમાં નવા આઈપીઓમાં ઊંચું રિટર્ન

અમદાવાદ: શેરબજારમાં ઇન્ફોસિસના ઈશ્યૂના પગલે જોવા મળેલી તેજીમાં સાધારણ અટકાવ આવ્યો છે, જોકે આઇપીઓ બજાર ગરમ જોવા મળી રહ્યું છે. પાછલાં ત્રણ મહિનામાં લિસ્ટેડ થયેલા નવા આઇપીઓમાંથી મોટા ભાગના આઇપીઓમાં ઊંચું રિટર્ન મળી રહ્યું છે. છેલ્લા ત્રણ મહિનામાં આઠ કંપનીઓનું લિસ્ટિંગ થયું હતું, જેમાંથી છ કંપનીઓના શેરના ભાવ ૧૭ ટકાથી ૧૧૫ ટકા જેટલું ઊંચું રિટર્ન જોવા મળી રહ્યું છે.

હાલ સીડીએસએલ કંપનીના શેરમાં ૧૧૫ ટકાનું રિટર્ન મળી રહ્યું છે, જ્યારે સલાસર ટેક્નો. કંપનીના શેરમાં ૯૦ ટકાનું રિટર્ન છૂટી રહ્યું છે, એ જ પ્રમાણે એયુ ફાઇનાન્સ, કોચીન શિપયાર્ડ, તેજસ નેટવર્ક કંપનીના આઇપીઓમાં પણ ૨૩થી ૫૦ ટકા જેટલું હાલ રિટર્ન મળી રહ્યું છે, જોકે એરિસ લાઇફ સાયન્સ અને એસઆઇએસ કંપનીના આઇપીઓનું તાજેતરમાં લિસ્ટિંગ થયું હતું. હાલ આ કંપનીના શેરમાં સાધારણ નેગેટિવ રિટર્ન જોવા મળ્યું છે.

એરિસ લાઇફ સાયન્સ કંપનીનો શેર તેના ઇશ્યૂ પ્રાઇસથી બે ટકા નીચે, જ્યારે એસઆઇએસ કંપનીનો શેર તેના ઈશ્યૂ પ્રાઇસથી ત્રણ ટકા નીચે ટ્રેડિંગમાં જોવા મળી રહ્યો છે.

ત્રણ મહિનામાં લિસ્ટિંગ નવા IPOમાં મળતું રિટર્ન
કોચીન શિપયાર્ડ ૨૩.૩૨ ટકા
એસઆઇએસ – ૩.૦૭ ટકા
સલાસર ટેક્નો. ૯૦.૪૨ ટકા
એયુ ફાઇનાન્સ ૫૦.૧૮ ટકા
જીટીપીએલ ૧૭.૦૦ ટકા
સીડીએસએલ ૧૧૫.૬૭ ટકા
એરિસ લાઇફ સાયન્સ – ૨.૧૬ ટકા
તેજસ નેટવર્ક ૨૯.૮૬ ટકા

You might also like