શેરબજારમાં નેગેટિવ ટ્રેન્ડઃ ઓઈલ એન્ડ ગેસ શેર તૂટ્યા

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજાર નીચા ગેપથી ખૂલ્યું હતું. બીએસઇ સેન્સેક્સ ૫૪ પોઇન્ટના ઘટાડે ૩૧,૧૦૪, જ્યારે નિફ્ટી ૩૫ પોઇન્ટના ઘટાડે ૯૭૦૦ની સપાટીએ ખૂલી હતી. ઓઇલ એન્ડ ગેસ કંપનીના શેરમાં વેચવાલી નોંધાતી જોવા મળી હતી. બેન્ક શેર અને બેન્ક નિફ્ટી પણ ઘટાડે ખૂલી હતી. આજે શરૂઆતે ઓએનજીસી, અદાણી પોર્ટ્સ, એશિયન પેઇન્ટ્સ કંપનીના શેરમાં ૦.૭૮ ટકાથી ૧.૩૫ ટકાનો ઘટાડો નોંધાતો જોવા મળ્યો હતો. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક અને સ્થાનિક મોરચે નેગેટિવ પરિબળોના પગલે શેરબજારમાં ગટાડાની ચાલ નોંધાતી જોવા મળી હતી, જોકે ભેલ, આઇટીસી અને ટીસીએસ કંપનીના શેરમાં ૦.૭૦ ટકાથી ૧.૨૦ ટકા સુધીનો સુધારો નોંધાયો હતો. સળંગ આઠમા દિવસે શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો.

ઔદ્યોગિક ઉત્પાદનના નબળા ડેટા તથા ધીમા આર્થિક વિકાસના એંધાણના પગલે વિદેશી સંસ્થાગત રોકાણકાર દ્વારા વેચવાલી નોંધાઇ હતી.

શેરબજારમાં ઘટાડાનાં કારણો
• ઉ.કોરિયા અને અમેરિકા વચ્ચે તંગતિલીનો માહોલ • FIIની વેચવાલી • રૂપિયો તૂટ્યો • જીએસટીના ઊભા રહેલા પ્રશ્નો • ઔદ્યોગિક ઉત્પાદનના નબળા ડેટા • સરકાર રાહત પેકેજ જાહેર કરે તેવી શક્યતા

આ શેરમાં વધુ ગાબડાં પડ્યાં
કંપનીનું નામ ટકાવારીમાં ઘટાડો
ઓએનજીસી – ૧.૪૭ ટકા
અદાણી પોર્ટ્સ – ૧.૪૦ ટકા
ડો.રેડ્ડીઝ લેબ્સ – ૧.૨૫ ટકા
સિપ્લા – ૦.૮૩ ટકા
રિલાયન્સ – ૦.૮૩ ટકા
એશિયન પેઈન્ટ્સ – ૦.૭૬ ટકા
કોલ ઈન્ડિયા – ૦.૬૫ ટકા

You might also like