શેરબજારની મૂવમેન્ટ સ્ટ્રોંગ પ્રધાનમંડળના ફેરફાર પર નજર

ગઇ કાલે છેલ્લે સેન્સેક્સ ૧૬૧ પોઇન્ટના સુધારે ૩૧,૮૯૨, જ્યારે નિફ્ટી ૫૬ પોઇન્ટના સુધારે ૯૯૭૪ પોઇન્ટની સપાટીએ બંધ જોવાઇ હતી. સપ્તાહના અંતે સેન્સેક્સ એક ટકા, જ્યારે નિફ્ટી ૧.૨ ટકાના સુધારે બંધ નોંધાઇ હતી, જ્યારે નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સમાં ત્રણ ટકા ઉછાળો નોંધાયો હતો.

શેરબજારમાં ફરી એક વખત સુધારા તરફી ચાલ નોંધાતી જોવા મળી છે. વૈશ્વિક શેરબજારનો સપોર્ટ જોવા મળ્યો છે. રિયલ્ટી સહિત ફાર્મા સેક્ટરના શેરમાં સુધારાની ચાલ નોંધાઇ છે. એ જ પ્રમાણે ઓગસ્ટ મહિનામાં ઓટો સેક્ટરના સેલ્સ ડેટા પોઝિટિવ આવતાં તેની અસરથી પણ ઓટો શેરમાં સકારાત્મક ચાલ નોંધાઇ હતી. નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં સપ્તાહ દરમિયાન ૨.૩૯ ટકાનો સુધારો નોંધાયો છે એટલું જ નહીં દેશભરમાં સારા ચોમાસાના કારણે પણ આગામી દિવસોમાં નવી કૃષિની આવકો વચ્ચે ફુગાવો વધુ ઘટે તેવી શક્યતાઓ નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાઇ છે.

આવતી કાલે કેન્દ્ર સરકાર પ્રધાનમંડળમાં ફેરફાર કરી રહી છે, જે વર્ષ ૨૦૧૯ની ચૂંટણીની તૈયારીઓના ભાગ સ્વરૂપે હોઇ શકે છે તેવો બજારના જાણકારો દ્વારા મત વ્યક્ત કરાઇ રહ્યો છે ત્યારે તેની સકારાત્મક અસર શેરબજાર ઉપર આગામી સપ્તાહે નોંધાઇ શકે છે.

આગામી સપ્તાહે બુધવારે ભારત રોડ નેટવર્ક અને ડિક્સન ટેક્નોલોજીનો આઇપીઓ ખૂલી રહ્યો છે. રોકાણકારો માટે આઇપીઓ મહત્ત્વના બની શકે છે.

આમ, ઓવરઓલ શેરબજારની મૂવમેન્ટ સ્ટ્રોંગ છે. નિફ્ટી ૯૯૫૦ની ઉપર બંધ આવી છે. બજારમાં નકારાત્મક પરિબળોના અભાવ વચ્ચે સુધારાની ચાલ નોંધાઇ છે.

You might also like