શેરબજારમાં મોટા ઘટાડાની શક્યતા ખૂબ જ ઓછી

ગઇ કાલે દિવસના અંતે બીએસઇ સેન્સેક્સ ૨૬૭.૪૧ પોઇન્ટના ઘટાડે ૨૯,૮૫૮.૮૦, જ્યારે એનએસઇ નિફ્ટી ૭૪.૬૦ પોઇન્ટના ઘટાડે ૯૨૮૫.૩૦ પોઇન્ટના મથાળે બંધ જોવાઇ હતી. સપ્તાહ દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટીમાં ૦.૨ ટકાનો ઘટાડો નોંધાયો હતો. નિફ્ટી છેલ્લે ૯,૩૦૦ની સપાટીની નીચે બંધ આવી છે. તે એક નેગેટિવ સંકેત ગણાવી શકાય. આવતી કાલે ફ્રાન્સની રાષ્ટ્રપતિપદની ચૂંટણીનો બીજો રાઉન્ડ છે. પ્રથમ રાઉન્ડમાં મેક્રોનીએ સરસાઇ મેળવી છે. આ જોતાં આગામી સપ્તાહે આ ચૂંટણી વૈશ્વિક સહિત સ્થાનિક બજાર માટે મહત્ત્વનાં સાબિત થશે.

આગામી સપ્તાહે શુક્રવારે આઇઆઇપી ડેટા અને કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ડેટા આવનાર છે. શેરબજારની નજર તેના ઉપર મંડાયેલી રહેશે. એટલું જ નહીં આગામી સપ્તાહે સોમવારે હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશનનો આઇપીઓ ખૂલી રહ્યો છે, જે ૧૧ મેએ બંધ થશે. નાના રોકાણકાર માટે આ ઇવેન્ટ મહત્ત્વની રહેશે.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે સરકારે બેન્કોની એનપીએ ઘટાડવા માટે જે નીતિ તૈયાર કરી છે તે જોતાં લાંબા ગાળા રોકાણ માટે બેન્ક શેર ફાયદેમંદ પુરવાર થઇ શકે છે. દરમિયાન સેન્ટિમેન્ટ જોતાં નિફ્ટી ૯૨૦૦નું મહત્ત્વનું સપોર્ટ લેવલ ગણાવી શકાય. બજારમાં મોટો ઘટાડો જોવાવાની શક્યતા ખૂબ જ ઓછી છે. નિષ્ણાતોના મત મુજબ નાણાકીય પ્રવાહિતા જ્યાં સુધી જળવાઇ  રહેશે ત્યાં સુધી બજારને સપોર્ટ મળશે.

આગામી સપ્તાહે આ કંપનીનાં પરિણામ આવશે
આગામી સપ્તાહે સોમવારે એબીબી, કેનેરા બેન્ક, નોસીલ, યુનિયન બેન્ક, મંગલમ્ ડ્રગ્સ, વેલસ્પન કોર્પો., વેલસ્પન ઇન્વેસ્ટમેન્ટનું પરિણામ આવશે. મંગળવારે એલેમ્બિક, દેના બેન્ક, જીએમડીસી, ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ, ઇન્ડિગો, નાલ્કો, પેટ્રોનેટ, સિન્ડિકેટ બેન્ક, થાપરોકેર, વિજયા બેન્ક, જ્યારે બુધવારે એન્ડયુરન્સ ટેક્નોલોજી, કિર્લોસ્કર ઓઇલ, હીરો મોટો કોર્પ., શીલા ફોર્મ, વોષાક લિ., પેનાસોનિક કાર્બન ઇન્ડિયા, સિમેન્સ અને સિકલ લોજિસ્ટિકનાં પરિણામ આવશે. ગુરુવારે અરવિંદ, એશિયન પેઇન્ટ, ગુજરાત પીપાવાવ પોર્ટ, ગ્લેનમાર્ક ફાર્મા, ગ્લેક્સો સ્મિથ ક્લાઇન, એચસીએલ ટેક્નો., ઇકરા, નીલકમલ, સોવેક ઇન્ડસ્ટ્રીઝનું પરિણામ આવશે, જ્યારે શુક્રવારે સેન્ચુરી ટેક્સટાઇલ, ડો. રેડ્ડીઝ, જીઆઇપીસીએલ, હેવલ્સ, હિન્દુજા વેન્ચર્સ, ડો.લાલ પેથલેબ્સ, પીએનબી હાઉસિંગ, ટાઇટન, ટીવીએસ ઇલેક્ટ્રોનિક્સ, ક્વિક હીલ ટેક્નોલોજી કંપનીનાં પરિણામ આવશે.
http://sambhaavnews.com/

You might also like