શેરબજારમાં એક લાખ કરોડની માર્કેટ કેપ ધોવાઈ

અમદાવાદ: આજે શૂરબજાર નીચા ગેપથી ખૂલ્યું હતું. વૈશ્વિક રેટિંગ એજન્સી એસએન્ડપીએ ચીનનું રેટિંગ ઘટાડતાં એશિયાઇ સહિત ભારતીય શેરબજાર ઉપર તેની અસર નોંધાઇ હતી. બેન્ક નિફ્ટી પણ ૨૮૬ પોઇન્ટ તૂટી હતી. એટલું જ નહીં સ્મોલકેપ અને મિડકેપ સેક્ટરના શેરમાં વેચવાલી નોંધાઇ હતી. અમેરિકા વચ્ચે ફરી એક વાર બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ઉત્તર કોરિયા તંગદિલી ઊભી થતાં ઇક્વિટી બજાર ઉપર તેની નેગેટિવ અસર નોંધાઇ હતી. આજે શરૂઆતે આઇસીઆઇસીઆઇ બેન્ક, ટાટા સ્ટીલ અને એસબીઆઇના શેરમાં ૧.૪૦ ટકાથી ૧.૮૦ ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. તો બીજી બાજુ ડો. રેડ્ડીઝ લેબ્સ અને સન ફાર્મા કંપનીના શેરમાં નીચા મથાળે ખરીદી નોંધાતાં આ શેરમાં ૮૦ ટકા સુધીનો ઉછાળો જોવાયો હતો.

કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઇલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં પણ જોરદાર વેચવાલી નોંધાઇ હતી, જોકે હેલ્થકેર સેક્ટરમાં સાધારણ સુધારો નોંધાયો હતો.

માર્કેટ કેપમાં એક લાખ કરોડનો ઘટાડો
આજે શરૂઆતે બજારમાં આવેલા જોરદાર કડાકાના પગલે માર્કેટ કેપમાં પણ ઘટાડો નોંધાતો જોવા મળ્યો હતો. આજે શરૂઆતે જ બેન્ક, મેટલ સહિત અન્ય સેક્ટરના શેરમાં જોવા મળેલા ઘટાડાના પગલે એક લાખ કરોડની માર્કેટ કેપ શરૂઆતે જ ધોવાઇ ગઇ હતી.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે અમેરિકાએ ઉત્તર કોરિયા ઉપર નવેસરથી આર્થિક પ્રતિબંધ લગાવતા તેની અસર એશિયાઇ બજાર પર જોવા મળી હતી એટલું જ નહીં ઉત્તર કોરિયા પ્રશાંત મહાસાગરમાં પરમાણુ વિસ્ફોટ કરી શકે છે તેવા સમાચારના પગલે બજારમાં ઘટાડો નોંધાતા માર્કેટ કેપ ધોવાઇ હતી.

મેટલ શેર પીગળ્યા
ટાટા સ્ટીલ ૧.૧૪ ટકા
સેઈલ ૧.૯૭ ટકા
હિંદાલ્કો ૨.૩૬ ટકા
હિંદુસ્તાન ઝિંક ૧.૩૩ ટકા
વેદાન્તા ૧.૮૬ ટકા
જિંદાલ સ્ટીલ ૨.૫૪ ટકા
એનએમડીસી ૧.૫૯ ટકા

બેન્ક શેર ડાઉન
એસબીઆઈ ૦.૫૪ ટકા
પીએનબી ૦.૬૭ ટકા
ICICI બેન્ક ૦.૯૫ ટકા
HDFC બેન્ક ૦.૦૪ ટકા
ફેડરલ બેન્ક ૦.૩૪ ટકા
બેન્ક ઓફ બરોડા ૦.૧૭ ટકા
એક્સિસ બેન્ક ૦.૨૪ ટકા

S&Pએ ચીનનું રેટિંગ ઘટાડ્યુંઃ એશિયાઈ બજાર રેડ ઝોનમાં
આજે શરૂઆતે જ એશિયાઈ શેરબજાર રેડ ઝોનમાં ખૂલ્યાં હતાં. એસએન્ડપીએ ચીનનું ક્રેડિટ રેટિંગ એએ માઈનસથી ઘટાડીને એ પ્લસ કરી દીધું છે. ૧૯૯૯ બાદ પ્રથમ વખત એસએન્ડપીએ ચીનનું રેટિંગ ઘટાડી દીધું છે. ચીનના રેટિંગમાં ઘટાડો કરાતાં શાંઘાઈ શેરબજાર ઈન્ડેક્સમાં ઘટાડો નોંધાયો છે. એશિયાનાં અન્ય શેરબજાર પણ રેડ ઝોનમાં ખૂલ્યાં હતાં. હેંગસેંગ શેરબજાર ઈન્ડેક્સ ૨૫૬ પોઇન્ટ તૂટ્યો હતો, જ્યારે તાઈવાન શેરબજાર ઈન્ડેક્સમાં ૧૦૧ પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે. જાપાનનો નિક્કી શેરબજાર ઈન્ડેક્સ પણ ૭૩ પોઈન્ટ તૂટ્યો હતો.

You might also like