શેરબજારમાં જુલાઈ સિરીઝમાં મંદીના સંકેતો

અમદાવાદ: જીએસટીના અમલ પહેલાં શેરબજારમાં સાવચેતી જોવા મળી છે. ગઇ કાલે ટ્રેડિંગના છેલ્લા કલાકોમાં જ બજારમાં ઘટાડાની ચાલ નોંધાઇ હતી. જોકે નિફ્ટી છેલ્લે ૧૨ પોઇન્ટના સુધારે ૯૫૦૪ પોઇન્ટની સપાટીએ બંધ જોવાઇ છે. જૂન સિરીઝમાં નિફ્ટી ૦.૦૬ ટકા, જ્યારે સેન્સેક્સ ૦.૩ ટકા ઘટ્યો હતો. જુલાઇ સિરીઝમાં મહદ અંશે મંદીની પોઝિશન સેલ ઓવર થઇ છે. નિષ્ણાતોના મત મુજબ જુલાઇ સિરીઝમાં સાવચેતીના સેન્ટિમેન્ટના પગલે નિફ્ટી ૯૩૦૦-૯૩૫૦ની સપાટીએ જોવાઇ શકે છે.

દરમિયાન જૂન સિરીઝ જાહેર ક્ષેત્રની બેન્કોના સૂચક આંકમાં ૭.૬ ટકા, જ્યારે આઇટી સૂચક આંકમાં ૫.૭ ટકાનો ઘટાડો જોવાયો હતો.

એ જ પ્રમાણે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ, નિફ્ટી બેન્ક, ફાર્મા, રિયલ્ટી, એફએમસીજી અને મેટલ સૂચક આંકમાં એકથી ચાર ટકાની રેન્જમાં ઘટાડો નોંધાયો હતો. રોલઓવર્સ ૮૦ ટકા રહ્યું છે, જે છેલ્લી ત્રણ ડેરીવેટિવ્ઝ સિરીઝના ૭૫ ટકા સરેરાશ રોલઓ‍રની તુલનાએ ઊંચું છે.
http://sambhaavnews.com/

You might also like