ચાલુ વર્ષે શેરબજારમાં રોકાણ કરનારા ધોવાયા

અમદાવાદ: ચાલુ વર્ષે શેરબજારમાં રોકાણ કરનારા ધોવાયા છે. તો બીજી બાજુ સોના-ચાંદીમાં રોકાણ કરતા રોકાણકારને ૧૫ ટકા જેયલું રિટર્ન મળ્યું છે. કેલેન્ડર વર્ષ ૨૦૧૬માં સોનાના ભાવમાં ૧૫.૮૨ ટકાનો વધારો નોંધાયો છે. તો બીજી બાજુ સેન્સેક્સમાં ૦.૫ ટકાનો ઘટાડો નોંધાયો છે. વૈશ્વિક બજારમાં સોના -ચાંદીમાં રોકાણરૂપી ખરીદી વધતાં તેની અસરથી સ્થાનિક બજારમાં પણ સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો નોંધાયો હતો. ચાલુ કેલેન્ડર વર્ષમાં ૧૦ ગ્રામ શુદ્ધ સોનામાં રૂ. ૪૦૦૦નો ઉછાળો આવ્યો છે, જ્યારે ચાંદીમાં પ્રતિ કિલોએ રૂ. ૫૩૦૦નો વધારો નોંધાયો છે. તો બીજી બાજુ સેન્સેક્સમાં ૧૪૪ પોઇન્ટનો ઘટાડો નોંધાયો છે.

You might also like