ઘટાડે શેરમાં મોટા રોકાણકારોનું ‘બલ્ક ડીલ’

મુંબઇ: શેરબજારમાં તેજીની ચાલ અટકી છે. નિફ્ટી ૯૮૫૦ની સપાટીની આસપાસ જોવા મળી રહ્યો છે. શેરબજારમાં કેટલીક કંપનીના શેર મોટી લોન, આર્થિક મંદી કે પછી કોઇ ટેક્િનકલ કારણસર તૂટ્યા હોઇ મોટા રોકાણકાર આ કંપનીના શેર પર તરાપ મારીને રોકાણ હિસ્સો વધારી રહ્યા છે. તાજેતરમાં રાકેશ ઝુનઝુનવાલાએ પત્ની વતી બલ્ક ડીલ મારફતે ફોર્ટિસ હેલ્થકેર કંપનીના ૪૫ લાખ શેર રૂ. ૧૩૪.૬૫ના ભાવે ખરીદ્યા હતા. આ અગાઉ પણ જેપી એસોસિયેટ્સના શેર ખરીદીને બજારને આશ્ચર્યમાં મૂકી દીધું હતું. ઉલ્લેખનીય છે કે દશ સ્ટોક્સ છે કે જેમાં જૂન ક્વાર્ટરના અંતે રેખા ઝુનઝુવાલાનો હિસ્સો એક ટકાથી વધુ છે.

આ કંપનીના શેરમાં કેલેન્ડર વર્ષ ૨૦૧૭માં ૧૯૦ ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. આ સ્ટોકમાં ઓટોલાઇન ઇન્ડ, ડેલ્ટા કોર્પ, ડીબી રિયલ્ટી, એગ્રોટેક ફૂડ્સ, ટાઇટન કંપની, ક્રિસિલ, વાઇસરોય હોટલ્સ, જિયોજિત ફાઇ. સર્વિસ કંપનીનો સમાવેશ થાય છે.

દરમિયાન તાજેતરમાં ઇન્ફોસિસ કંપનીના શેરમાં કડાકો બોલાઇ ગયો હતો. ઘટાડો થયો હોવા છતાં
એલઆઇસી તેમના હિસ્સાના શેર વેચવા તૈયાર નથી. એ જ પ્રમાણે ડેવિસ લેબ્સ કંપનીનાે શેર યુએસએફડીએના કારણે ઘટ્યો હતો તેમ છતાં મ્યુચ્યુઅલ ફંડોએ આ કંપનીના શેરમાં હિસ્સો વધાર્યો છે.

સરકાર નાની અને મધ્યમ કદની બેન્કોનું મર્જર કરવાની નીતિ લાવી રહી છે. સરકારની નીતિના કારણે પીએસયુ સહિત ખાનગી બેન્કોને પણ તેનો સીધો ફાયદો થશે તેવા સેન્ટિમેન્ટ પાછળ વિદેશી રોકાણકાર આરબીએલ બેન્કના શેરમાં રોકાણ હિસ્સો વધારી રહ્યા છે. સાથેસાથે ઇન્ડિયન બેન્ક, કરુર વૈશ્ય બેન્કમાં પણ વિદેશી રોકાણકાર રોકાણ વધારી રહ્યા છે.

વિદેશી રોકાણકારોએ આ શેરમાં રોકાણ વધાર્યું
વિદેશી રોકાણકારોએ ફોટીસ હેલ્થકેર, જેપી એસોસિએટ્સ, ઈન્ફોસિસ, ડેવિસ લેબ્સ, કર્ણાટકા બેન્ક, સાઉથ ઈન્ડિયન બેન્ક, કરુર વેશ્ય બેન્ક, આરબીએલ બેન્ક જેવી કંપનીના શેરમાં રોકાણ વધાર્યું છે.

You might also like