શેરબજારની નજર IIP અને મોંઘવારીના ડેટા ઉપર રહેશે

શેરબજાર ગઈ કાલે છેલ્લે ઘટાડે બંધ થયું હતું. નિફ્ટી ૮,૯૦૦ની સપાટી તોડી નીચે ૮૫ પોઇન્ટના ઘટાડે છેલ્લે ૮,૮૬૬.૭૦ની સપાટીએ બંધ જોવાઇ હતી એટલું જ નહીં, સેન્સેક્સ મહત્ત્વની મનોવૈજ્ઞાનિક ૨૯,૦૦૦ની સપાટી તોડી નીચે ૨૮,૭૯૭.૨૫ની સપાટીએ બંધ જોવાયો છે. સપ્તાહના અંતે બજારમાં પ્રોફિટ બુકિંગનું સેન્ટિમેન્ટ જોવા મળ્યું છે.
જોકે આગામી સપ્તાહે સોમવારે ટાટા સ્ટીલ કંપનીનું પરિણામ છે. રોકાણકારોની નજર તેના ઉપર મંડાયેલી રહેશે. એ જ પ્રમાણે સોમવારે આઇઆઇપી ડેટા અને કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ડેટા આવશે. તે પૂર્વે બજારમાં સાવચેતી જોવાઇ શકે છે. મંગળવારે બકરી ઈદની બજારમાં રજા રહેશે. આગામી સપ્તાહે સોમવારે એલએન્ડટી ટેક્નોલોજી અને બુધવારે જીએનએ એક્સલેસનો આઇપીઓ ખૂલી રહ્યો છે. બુધવારે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ ડેટા પણ આવનાર છે. શેરબજારની નજર તેના ઉપર રહેશે.

જાણકારોના જણાવ્યા પ્રમાણે શેરબજારમાં નાણાકીય પ્રવાહિતા ઊંચી છે. બજારમાં વધુ ઘટાડો જોવાય તેવી શક્યતા ઓછી છે. આગામી દિવસોમાં બેન્ક ઓફ જાપાન અને ફેડની બેઠક છે ત્યારે તેઓ કેવા નિર્ણય લેશે તે પણ બજાર માટે મહત્ત્વનું બની શકે છે.

આમ, સેન્ટિમેન્ટ જોતાં સ્થાનિક બજાર વૈશ્વિક બજારની ચાલે ચાલી શકે છે. બજારમાં બંને તરફની વધ-ઘટ પણ વધી શકે છે. નિફ્ટી ૮,૭૦૦ સપોર્ટ લેવલ, જ્યારે ઉપરમાં ૮,૯૩૦ અવરોધ લેવલ ગણાવી શકાય.

You might also like