શેરબજારમાં ઊંચા રિટર્નના પગલે મ્યુચ્યુઅલ ફંડે રોકાણ વધાર્યું

મુંબઇ: શેરબજારમાં તેજીની ચાલ અટકે તેવી શક્યતા ઓછી છે. ગઇ કાલે નિફ્ટી ૯૯૦૦ની ઉપર બંધ જોવાઇ હતી. શેરબજારમાં મળતા ઊંચા રિટર્નના પગલે મ્યુચ્યુઅલ ફંડોનું શેરબજારમાં રોકાણ વધી રહ્યું છે. આ રોકાણ રેકોર્ડ ઊંચાઇએ પહોંચી ગયું છે. મ્યુચ્યુઅલ ફંડોનું બીએસઇ-૫૦૦ કંપનીમાં રેકોર્ડ સ્તરે રોકાણ જોવા મળી રહ્યું છે. પાછલા ૧૩ મહિનામાં મ્યુચ્યુઅલ ફંડોએ શેરબજારમાં રૂ. ૯૩,૧૨૦ કરોડનું રોકાણ કર્યું છે.

જુલાઇ મહિનામાં ટાઇટન, સુઝલોન, ટાટા ગ્લોબલ, રામકૃષ્ણ ફોર્જિંગ અને ડીસીબી બેન્કમાં રોકાણ હિસ્સો વધાર્યો છે. એ જ પ્રમાણે તામિલનાડુ ન્યૂઝ પ્રિન્ટ અને મેગ્મા ફિન કોર્પ કંપનીના શેરમાં આઇસીઆઇસીઆઇ પ્રૂડેન્શિયલ એએમસીએ નવેસરથી ખરીદી શરૂ કરી છે, જ્યારે એચડીએફસી એએમસીએ ગુજરાત પીપાવાવ, ભારત ફાઇનાન્શિયલ અને ટાટા એલેક્સીમાં રોકાણ હિસ્સો વધાર્યો છે. રિલાયન્સ એએમસીએ ઇન્ડિયા બુલ્સ રિયલ એસ્ટેટ કંપનીના શેરમાં રોકાણ હિસ્સો વધાર્યો છે. બિરલા સન લાઇફ એએમસીએ જીએસએફસી કંપનીમાં રોકાણ કર્યું છે.

You might also like