Categories: Business

શેરબજારમાં કડાકો છતાં રાજ્યની કેટલીક કંપનીઓના શેર બાવન સપ્તાહની ઊંચાઈએ

અમદાવાદ: ગઇ કાલે શેરબજારમાં કડાકો બોલાઇ ગયો હોવા છતાં રાજ્યની કેટલીક કંપનીઓના શેરે બાવન સપ્તાહની ઊંચી સપાટી બનાવી હતી. શેરબજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ઘટાડે આ શેરમાં જોવાયેલી ખરીદી તો બીજી બાજુ આ કંપનીઓના સારા પર્ફોર્મન્સ પાછળ રોકાણકારોની લેવાલીએ આ કંપનીના શેર એક વર્ષની ઊંચી સપાટીએ જોવા મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ગઇ કાલે સેન્સેક્સમાં ૪૩૯.૨૩ પોઇન્ટનો કડાકો બોલાઇ ગયો હતો, જ્યારે નિફ્ટીમાં પણ ૧૩૫.૪૫ પોઇન્ટનો કડાકો બોલાઇ નિફ્ટી ૮૬૦૦ની સપાટી તોડી નીચે ૮૫૭૩ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. સેરા સેનેટરી વેર કંપનીના શેર ૨૬૯૪ની સપાટીએ, જ્યારે રુશીલ ડેકોર ૬૨૭ની સપાટીએ જોવા મળ્યો હતો. નોંધનીય છે કે રુશીલ ડેકોરના શેરમાં છેલ્લા કેટલાય સમયથી સકારાત્મક ચાલ જોવા મળી રહી છે.

ગઈ કાલે આ કંપનીના શેર બાવન સપ્તાહની ઊંચાઈએ
આરતી ઈન્ડસ્ટ્રીઝ        ૭૨૬.૮૦
સેરા સેનેટરી વેર          ૨૬૯૪.૦૦
ડીસીડબ્લ્યુ                   ૩૮.૮૦
જીએચસીએલ              ૨૮૬.૨૫
મહાસાગર ટ્રાવેલ્સ        ૯.૦૦
રુશીલ ડેકોર                 ૬૨૭.૩૫
ઉમિયા ટ્યૂબ                ૫૨.૫૦
સુમિત ઈન્ડ.                 ૩૨.૪૦
શ્રીરામા મ‌િલ્ટ ટેક.         ૧૧.૦૮

divyesh

Recent Posts

ઘર, ઓફિસ, કાર… પોલીસથી ‘બેખૌફ’ તસ્કરો ક્યાંય પણ ત્રાટકી શકે છે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરમાં તસ્કરો પોલીસના ખૌફ વગર બેફામ બન્યા હોય તેમ ઠેરઠેર ચોરીની ઘટનાને અંજામ આપીને નાસી જાય છે.…

19 hours ago

Ahmedabad: સાબરમતી રિવરફ્રન્ટને ઈન્દિરાબ્રિજ સુધી લંબાવાશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી નદીના પશ્ચિમ અને પૂર્વ કાંઠા પર કુલ. ૧૧.પ૦ કિ.મી. લંબાઇમાં કરોડો રૂપિયાના ખર્ચે…

20 hours ago

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં છ દિવસમાં રૂ.35.64 કરોડનું વેચાણ

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: દુબઇમાં યોજાતા શોપિંગ ફેસ્ટિવલની જેમ અમદાવાદમાં હાલમાં બાર દિવસનો શોપિંગ ફેસ્ટિવલ યોજાઇ રહ્યો છે. જોકે શહેરનાં શોપિંગ…

20 hours ago

ફલાવર શોના શનિ-રવિના મુલાકાતી માટે ખાસ પાર્કિંગ વ્યવસ્થા કરાશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા અમદાવાદીઓમાં અાકર્ષણનું કેન્દ્ર બનેલા ફ્લાવર શોની મુદતને આગામી તા. ૩૧ જાન્યુઆરી સુધી વધારાઈ…

20 hours ago

નરોડા પાટિયા કેસના ચાર દોષિતને સુપ્રીમે જામીન આપ્યા

(અમદાવાદ બ્યૂરો): સુપ્રીમ કોર્ટે ર૦૦રના નરોડા પાટિયા રમખાણ કેસમાં ચાર અપરાધીઓની જામીન પર છોડવાની અરજી પર સુનાવણી કરીને તેઓને જામીન…

20 hours ago

સુભાષચંદ્ર બોઝ જયંતીઃ મોદીએ લાલ કિલ્લામાં સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું

(એજન્સી) નવી દિલ્હી: નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૨મી જન્મ જયંતીના અવસર પર આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા પર…

20 hours ago