શેરબજાર ગ્રીન ઝોનમાંઃ ઓઈલ કંપનીના શેર અપ

અમદાવાદ: આજે સપ્તાહના છેલ્લા દિવસે શેરબજારમાં શરૂઆતે શુષ્ક ચાલ જોવા મળી છે, જોકે ત્યાર બાદ લેવાલી નોંધાતાં બીએસઇ સેન્સેક્સ ૭૭ પોઇન્ટના સુધારે ૩૫,૬૫૧, જ્યારે એનએસઇ નિફ્ટી ૧૯ પોઇન્ટના સુધારે ૧૦,૭૫૦ની ઉપર ૧૦,૭૬૯ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી.

બેન્ક નિફ્ટી પણ પોઝિટિવ જોવાઇ હતી. દરમિયાન આજે શરૂઆતે ઘટાડે ટાટા મોટર્સ કંપનીના શેરમાં જોરદાર લેવાલી નોંધાતા આ કંપનીના શેરમાં ત્રણ ટકાનો ઉછાળો જોવાયો હતો, જ્યારે વૈશ્વિક ક્રૂડમાં જોવા મળેલા ઘટાડાના પગલે ઓઇલ માર્કેટિંગ કંપનીના શેરમાં સુધારો જોવાયો હતો.

દરમિયાન રિલાયન્સ કંપનીના શેરમાં આજે શરૂઆતે એક ટકાનો સુધારો જોવા મળ્યો હતો. આ શેર ૯૭૪ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળ્યો હતો.

ગઇ કાલે છેલ્લે આ શેર ૯૬૫ના મથાળે બંધ નોંધાયો હતો. આજે શરૂઆતે બીપીસીએલ-એચપીસીએલ કંપનીના શેરમાં ૧.૯૦થી ૨.૦૫ ટકાનો સુધારો જોવા મળ્યો હતો. એ જ પ્રમાણે બજાજ ઓટો અને ઇન્ફોસિસ કંપનીના શેરમાં પણ સકારાત્મક ચાલ જોવા મળી હતી તો બીજી બાજુ ટાઇટન, વેદાન્તા, ઝી એન્ટરટેઇન્મેન્ટ, આઇડિયા સેલ્યુલર, અલ્ટ્રાટેક કંપનીના શેરમાં એકથી ૨.૩૦ ટકાનો ઘટાડો નોંધાયો હતો.

બીએસઇ મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરના શેરમાં પણ શુષ્ક ચાલ નોંધાઇ હતી. બજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક અને સ્થાનિક મોરચે સકારાત્મક પરિબળોના અભાવ વચ્ચે બજારમાં સ્ટેડી ચાલ જોવા મળી રહી છે.

ટેકાના ભાવમાં વધારો કરવાથી મોંઘવારી વધશે તથા RBI વ્યાજદર વધારશે
સરકારે ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે ખરીફ પાકના લઘુતમ ટેકાના ભાવ – એમએસપીમાં નોંધપાત્ર વધારો કરતા ફુગાવો વધી શકે છે તથા રાજકોષીય ખાધમાં પણ વધારો થાય તેવો મત નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાયો છે. આગામી ૧ ઓગસ્ટે આરબીઆઈની ધિરાણ નીતિમાં ફરી એક વખત વધારો કરાય તેવી શક્યતા છે. એટલું જ નહીં કરન્સી બજાર પણ વોલેટાઇલ રહેશે. ૨૦૧૮-૧૯ના અંતિમ છ મહિનામાં ફુગાવામાં વધારો થવાની ભીતિ નિષ્ણાતોએ વ્યક્ત કરી છે.

મેટલ શેર વધુ તૂટ્યા
ટાટા સ્ટીલ ૦.૭૧ ટકા
કોલ ઈન્ડિયા ૦.૭૬ ટકા
હિંદાલ્કો ૧.૨૯ ટકા
જેએસડબ્લ્યુ સ્ટીલ ૨.૫૫ ટકા
જિંદાલ સ્ટીલ ૧.૪૨ ટકા
સેઈલ ૦.૩૮ ટકા
વેદાન્તા ૧.૫૮ ટકા

You might also like