શેરબજાર ગ્રીન ઝોનમાં ખૂલ્યુંઃ મેટલ શેર અપ

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજાર ગ્રીન ઝોનમાં ખૂલ્યું હતું. બીએસઇ સેન્સેક્સ ૨૦૦ પોઇન્ટના સુધારે ૩૧,૦૩૪, જ્યારે એનએસઇ નિફ્ટી ૫૯ પોઇન્ટના સુધારે ૯,૫૫૧ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. મેટલ શેરમાં અાજે શરૂઆતે ઉછાળો નોંધાયો હતો તો બીજી બાજુ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, એફએમસીજી સેક્ટરના શેરમાં વેચવાલી નોંધાઇ હતી.

આજે શરૂઆતે ભારતી એરટેલ કંપનીના શેરમાં ૧.૯૯ ટકાનો સુધારો નોંધાયો હતો, એ જ પ્રમાણે એક્સિસ બેન્ક, ઇન્ફોસિસ કંપનીના શેરમાં ૦.૯૮ ટકાથી ૧.૭૫ ટકાનો સુધારો નોંધાયો હતો તો બીજી બાજુ વિપ્રો, સન ફાર્મા અને સિપ્લા કંપનીના શેરમાં ૦.૩૮ ટકાથી ૦.૫૦ ટકાનો ઘટાડો જોવાયો હતો.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક બજારમાં જોવા મળેલી સકારાત્મક ચાલ તથા જીએસટી તથા ચોમાસાની ગતિવિધિને લઇને શેરબજારમાં સુધારાની ચાલ જોવા મળી છે.

મેટલ શેરમાં ઉછાળો
ટાટા સ્ટીલ ૧.૧૭ ટકા
સેઈલ ૦.૨૬ ટકા
હિન્દાલ્કો ૧.૨૪ ટકા
હિન્દુસ્તાન ઝિંક ૧.૧૬ ટકા
એનએમડીસી ૧.૧૭ ટકા
નેશનલ એલ્યુમિનિયમ કંપની ૦.૫૪ ટકા

http://sambhaavnews.com/#myCarousel

You might also like