સેન્સેક્સની આઠ કંપનીઓની માર્કેટ કેપમાં ૫૪,૦૦૦ કરોડનો વધારો

મુંબઇ: સેન્સેક્સની અગ્રણી આઠ કંપનીઓની માર્કેટ કેપમાં રૂ. ૫૪,૯૬૮ કરોડનો વધારો નોંધાયો છે. પાછલા સપ્તાહ દરમિયાન સૌથી વધુ સુધારો એફએમસીજી સેક્ટરની આઇટીસી અને હિંદુસ્તાન યુનિલિવરમાં જોવા મળ્યો છે. સપ્તાહ દરમિયાન ઇન્ફોસિસ અને એસબીઆઇની માર્કેટ કેપમાં ઘટાડો નોંધાયો છે. આઇટીસીની માર્કેટ કેપમાં રૂ. ૧૨,૫૫૯ કરોડનો સુધારો નોંધાઇ રૂ. ૩,૪૩,૧૨૦ કરોડની સપાટીએ પહોંચી ગઇ છે, જ્યારે હિંદુસ્તાન યુનિલિવર કંપનીની માર્કેટ કેપ રૂ. ૧૦,૧૪૦ કરોડ વધીને રૂ. ૨,૫૯,૬૭૦ કરોડની સપાટીએ પહોંચી ગઇ છે. એ જ પ્રમાણે રિલાયન્સ કંપનીની માર્કેટ
કેપમાં રૂ. ૯,૩૮૧ કરોડનો વધારો નોંધાયો છે.

આઇઓસીની માર્કેટ કેપ રૂ. ૭,૦૪૨ કરોડ, જ્યારે એચડીએફસીની માર્કેટ કેપ રૂ. ૬,૫૭૯ કરોડ, જ્યારે મારુતિ સુઝુકી કંપનીની માર્કેટ કેપમાં રૂ. ૫૦૫૦ કરોડનો વધારો નોંધાયો છે.

You might also like