શેરબજારમાં શુષ્ક ચાલ, ફાર્મા કંપનીના શેર ICUમાં

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજારમાં શુષ્ક ચાલ જોવા મળી હતી. બીએસઇ સેન્સેક્સ ૨૭ પોઇન્ટના સુધારે ૩૦,૨૭૮, જ્યારે એનએસઇ નિફ્ટી સાત પોઇન્ટના સુધારે ૯,૪૨૮ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. ફાર્માસ્યુટિકલ કંપનીના શેરમાં ઊંચા મથાળે વેચવાલી નોંધાતી જોવા મળી હતી. એ જ પ્રમાણે સ્મોલકેપ અને મિડકેપ સેક્ટરમાં પણ પ્રેશર જોવાયું હતું. આજે શરૂઆતે એશિયન પેઇન્ટ કંપનીના શેરમાં ૧.૯૦ ટકાનો ઘટાડો નોંધાયો હતો. એક્સિસ બેન્ક, બજાજ ઓટો કંપનીના શેરમાં પણ ૦.૭૦ ટકાનો ઘટાડો જોવાયો હતો. તો બીજા બાજુ ઇન્ફોસિસ, ટાટા મોટર્સ અને એનટીપીસી કંપનીના શેરમાં ૦.૬૯ ટકાથી ૧.૬૨ ટકાનો સુધારો આવ્યો હતો.

આજે શરૂઆતે ફાર્મા સહિત મીડિયા અને રિયલ્ટી કંપનીના શેરમાં વેચવાલી નોંધાઇ હતી. મિડકેપ સેક્ટરના સન ટીવી, હેવેલ્સ કંપનીના શેરમાં પ્રેશર જોવા મળ્યું હતું. એ જ પ્રમાણે સ્મોલકેપ સેક્ટરમાં શિલ્પી કેબલ, સ્પાઇસ જેટ, શ્રેય ઇન્ફ્રા. કંપનીના શેરમાં ત્રણ ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો.

ફાર્મા કંપનીના શેર ઘટાડે ખૂલ્યા
ટોરેન્ટ ફાર્મા ૧.૨૭ ટકા
કેડિલા હેલ્થકેર ૦.૪૬ ટકા
સન ફાર્મા ૦.૫૧ ટકા
લ્યુપિન ૦.૫૨ ટકા
ડો.રેડ્ડીઝ લેબ્સ ૦.૭૩ ટકા
ગ્લેનમાર્ક ફાર્મા ૧૩.૪૨ ટકા
બાયોકોન ૦.૫૩ ટકા
ડેવિસ લેબ્સ ૦.૬૯ ટકા

વહેલા રેટ કટની ધારણા
ક્રૂડના ભાવ પાછલા કેટલાય સમયથી નીચા જોવા મળી રહ્યા છે, જેના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ નીચા આવવાના કારણે ફુગાવો નિયંત્રણમાં રહે તેવી શક્યતા છે, જેથી રાજકોષીય ખાધ પણ અંકુશમાં રહેવાની સાથેસાથે રૂપિયાના મૂલ્ય અને ચાલુ ખાતાની ખાધમાં પણ સ્થિરતા આવશે તેવા સેન્ટિમેન્ટ પાછળ અપેક્ષા કરતાં વહેલા રેટ કટની ધારણા સેવાઈ રહી છે.
http://sambhaavnews.com/

You might also like