બજેટના બીજા દિવસે શરબજાર ગગડ્યું, સેન્સેક્સમાં 839 પોઇન્ટનો કડાકો

બજેટમાં ઇક્વિટી પર લોંગ ટર્મ કેપિટલ ગેન્સ ટેક્સ લગાવામાં આવતા શેર બજાર હજી પણ બહાર આવતું જોવા મળતું નથી. જેને લઇને શેર બજાર મહિનાના સૌથી નીચલા સ્તર પર જોવા મળ્યું છે. શુક્રવારે શેર બજારમાં ભારે વેચવાલી જોવા મળી જેને લઇને સેન્સેક્સમાં ભારે ઘટાડો જોવા મળ્યો. જો કે હાલમાં સેન્સેક્સ અંતમાં 840 પોઇન્ટ ઘટાડા સાથે 35,067 અંક પર બંધ જોવા મળ્યો હતો.

જ્યારે નિફટી 256 પોઇન્ટના ઘટાડા સાથે 10,761 અંક પર બંધ જોવા મળ્યો. વેપારના કલાકના અંતમાં સેન્સેક્સ 900 પોઇન્ટ તૂટ્યો. જ્યારે નિફટી 281 પોઇન્ટ સાથે કમજોરી જોવા મળી. આઇટીને છોડ્યા વગર બધા સેકટરમાં ઘટાડો જોવા મળ્યો.

નિષાંણાતોના મત અનુસાર બજારમાં ઘટાડો બજેટમાં લોંગ ટર્મ કેપિટલ ગેન ટેક્સ લગાવાની જાહેરાતને લઇને જોવા મળ્યો. આજે એશિયાઇ માર્કેટમાં ભારે ઘટાડો જોવા મળ્યો. સિંગાપુરની એસજીએક્સ નિફ્ટીમાં 1.11 ટકા ઘટાડો જોવા મળ્યો હતો.

You might also like