શેરબજારમાં દિવાળીનો માહોલ

ગઈ કાલે છેલ્લે દિવસના અંતે બીએસઇ સેન્સેક્સ ૫૨.૬૬ પોઇન્ટના ઘટાડે ૨૮,૦૭૭.૧૮ પોઇન્ટ, જ્યારે એનએસઇ નિફ્ટી ૬.૩૫ પોઇન્ટના ઘટાડે ૮,૬૯૩.૦૫ પોઇન્ટની સપાટીએ બંધ જોવાઇ હતી, જોકે સેન્સેક્સ ૨૮ હજારની ઉપર બંધ જોવાયો છે. તે એક સારી નિશાની ગણાવી શકાય. આગામી સપ્તાહમાં ઓક્ટોબર એક્સપાયરી તથા દિવાળીના માહોલ વચ્ચે શેરબજારમાં વોલેટાલિટી વધવાની શક્યતા છે. શેરબજાર વિક્રમ સંવત ૨૦૭૨ના અંતિમ સપ્તાહમાં પ્રવેશી રહ્યું છે. સાથેસાથે ઓક્ટોબર એક્સપાયરી પણ છે. એટલું જ નહીં નિફ્ટીની કેટલીક અગ્રણી કંપનીઓનાં પરિણામ પણ આગામી સપ્તાહે આવનાર છે ત્યારે બજારમાં મોટી વધ-ઘટના અભાવ વચ્ચે રેન્જ બાઉન્ડ મૂવમેન્ટ જોવા મળી શકે છે.

સપ્તાહના અંતે સેન્સેક્સમાં ૪૦૪ પોઇન્ટ, જ્યારે નિફ્ટીમાં ૧૧૦ પોઇન્ટનો સુધારો નોંધાયો છે. બજારમાં નાણાકીય પ્રવાહિતા ઊંચી છે ત્યારે સેન્ટિમેન્ટ જોતાં ઘટાડાની શક્યતા ઓછી છે.

આગામી સપ્તાહે આ કંપનીનાં પરિણામ આવશે
સોમવારઃ અદાણી પાવર, અદાણી ટ્રાન્સમિશન, એક્સિસ બેન્ક, જીએસએફસી, આઇડિયા, કેપિટલ ટ્રસ્ટ, મુથુટ્ટ કેપિટલ, રાલિસ ઇન્ડિયા, રિલાયન્સ કેપિટલ અને થાયરોકેર જેવી કંપનીનાં પરિણામો આવશે.

મંગળવારઃ અદાણી પોર્ટ, અરવિંદ, એશિયન પેઇન્ટ, ડો. રેડ્ડીઝ, ફેડરલ બેન્ક, એચડીએફસી બેન્ક, હેક્સાવેર, આઇડીબીઆઇ, આઇડીએફસી બેન્ક, આઇસીઆઇસીઆઇ પ્રૂડે., કોટક બેન્ક, એમસીએક્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇ. સર્વિસ, માયસોર બેન્ક, આરબીએલ, સિમ્ફની.

બુધવારઃ અજન્તા ફાર્મા, કેડિલા હેલ્થકેર, કેનેરા બેન્ક, ડાબર, એચડીએફસી, હિંદુસ્તાન યુનિલિવર, આઇટીસી, જ્યુબિલન્ટ ફૂડ, રેમન્ડ, સિન્ડીકેટ બેન્ક, થોમસ કૂક અને ટોરન્ટ ફાર્મા.

ગુરુવારઃ એબીબી, એડલેબ્સ, બજાજ ફિન. સર્વ., બજાજ ફાઇ., ટીવીએસ મોટર, દિશમાન ફાર્મા, એસ્કોર્ટ, ફોર્સ મોટર, ગ્લેક્સો, આઇઓસી, મારુતિ, એમઆરએફ, નાલ્કો, ઓએનજીસી, પીવીઆર, ટોરન્ટ પાવર.

શુક્રવારઃ બજાજ ઓટો, બજાજ હોલ્ડિંગ, જીઆઇસી હાઉસિંગ ફાઇનાન્સ, ગ્રાસીમ, સેન્ચુરી, ટેક્સટાઇલ, એનટીપીસી, નેસ્લે ઇન્ડિયા.

You might also like