શેરબજારમાં સુધારોઃ ફાર્મા અને બેન્ક શેરમાં ખરીદી જોવાઈ

અમદાવાદ: આવતી કાલે જીએસટી બિલ રાજ્યસભામાં ચર્ચા માટે મુકાવાનું છે તે પૂર્વે આજે શરૂઆતે શેરબજાર સાધારણ સુધારે ખૂલ્યું હતું. આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૧૩૭ પોઇન્ટના ઉછાળે ૨૮,૧૪૧ પોઇન્ટની સપાટીએ, જ્યારે એનએસઇ નિફ્ટી ૪૨ પોઇન્ટના સુધારે ૮,૬૭૯ની સપાટીએ ટ્રેડિંગમાં જોવાઇ છે. બેન્ક અને ફાર્મા સેક્ટરના શેરમાં ઉછાળો નોંધાયો છે.

આજે શરૂઆતે ટીસીએસ કંપનીના શેરમાં ૩.૧૪ ટકા, ટાટા સ્ટીલ કંપનીના શેરમાં ૨.૬૧ ટકાનો ઉછાળો જોવાયો છે, જ્યારે મારુતિ સુઝુકી કંપનીના શેરમાં પણ ૨.૫૪ ટકાનો સુધારો જોવાયો છે. તો બીજી બાજુ આઇસીઆઇસીઆઇ બેન્ક, લાર્સન એન્ડ ટુબ્રો તથા ભેલ કંપનીના શેરમાં ૨.૬૧ ટકાથી ૪.૫૦ ટકાનો ઘટાડો જોવાયો છે.

શેરબજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે બજારમાં જોવા મળી રહેલા નાણાકીય લિક્વિડિટી તથા એફઆઇઆઇનો ચાલુ રહેલા નાણાકીય ફ્લોના પગલે બજારનો ટ્રેન્ડ સકારાત્મક જોવા મળી રહ્યો છે.

ફાર્મા સેક્ટર અપ
ટોરેન્ટ ફાર્મા     ૧.૨૭ ટકા
સન ફાર્મા         ૧.૨૫ ટકા
લ્યુપિન            ૦.૯૭ ટકા
દિશમાન          ૨.૮૩ ટકા
સિપ્લા             ૦.૭૪ ટકા

ડોલર સામે રૂપિયો ૬૬.૭૮ની સપાટીએ ખૂલ્યો
આજે શરૂઆતે ડોલર સામે રૂપિયો ૬૬.૭૮ની સપાટીએ ખૂલ્યો હતો. રૂપિયો ચાર પૈસા નબળો ખૂલ્યો હતો. નોંધનીય છે કે રૂપિયો ગઇ કાલે છેલ્લે ૬૬.૭૪ની સપાટીએ બંધ જોવાયો હતો.

You might also like