શેરબજારમાં શરૂઆતે સાવચેતીભરી ચાલ

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજારમાં સાવચેતીભરી ચાલ નોંધાતી જોવા મળી છે. બીએસઇ સેન્સેક્સ ૧૦ પોઇન્ટના સુધારે ૩૧,૫૦૮, જ્યારે એનએસઇ નિફ્ટી બે પોઇન્ટના સુધારે ૯,૮૬૨ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી, જોકે બેન્ક નિફ્ટી રેડ ઝોનમાં ખૂલી હતી. બેન્ક નિફ્ટીમાં ૨૭ પોઇન્ટનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે આઇટી અને મેટલ સ્ટોક્સમાં પ્રોફિટ બુકિંગની ચાલ નોંધાતી જોવા મળી હતી.

ટાટા સ્ટીલ, ભારતી એરટેલ કંપનીના શેરમાં પ્રેશર જોવા મળ્યું હતું. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે આજે આવનારી આરબીઆઇની પોલિસીના પગલે શેરબજારમાં સાવધાની જોવા મળી રહી છે, જોકે મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરના શેરમાં સુધારો નોંધાતો જોવા મળ્યો છે.

મિડકેપ સેક્ટરના શેર જેવા કે ભારત ફોર્જ, પેટ્રોનેટ એલએનજી કંપનીના શેરમાં ચાર ટકા ઉછાળો નોંધાયો છે, જ્યારે સ્મોલકેપ સેક્ટરના શેર જેવા કે નેટકો ફાર્મા, ગોકલદાસ એક્સપોર્ટ, ગ્રેફાઇટ ઇન્ડિયા કંપનીના શેરમાં શરૂઆતે સાત ટકાનો ઉછાળો નોંધાયો હતો.

નિફ્ટીના આ શેરમાં સુધારો
ગેઈલ ૩.૯૦ ટકા
ટાટા મોટર્સ ૩.૬૧ ટકા
ભારતી ઈન્ફ્રાટેલ ૨.૫૪ ટકા
ઈન્ડિયા બુલ્સ હાઉસિંગ ૨.૨૯ ટકા
યુપીએલ ૨.૨૫ ટકા

નિફ્ટીના આ શેરમાં ઘટાડો
પાવર ગ્રીડ કોર્પ. ૨.૩૦ ટકા
ભારતી એરટેલ ૧.૨૩ ટકા
સિપ્લા ૧.૨૩ ટકા
મારુતિ સુઝુકી ૧.૧૩ ટકા
એસબીઆઈ ૧.૦૦ ટકા

You might also like