શેરબજારમાં શુષ્ક ચાલઃ આઈટી-મેટલ શેર પ્રેશરમાં

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજારમાં શુષ્ક ચાલ જોવા મળી હતી. બીએસઇ સેન્સેક્સ ૨૦ પોઇન્ટના ઘટાડે ૨૮,૯૭૮, જ્યારે એનએસઇ નિફ્ટી ત્રણ પોઇન્ટના ઘટાડે ૮૯૪૩ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી, જોકે આજે શરૂઆતે ૪૬૭ શેરમાં સકારાત્મક, જ્યારે ૨૩૯ શેરમાં નકારાત્મક ચાલ નોંધાતી જોવા મળી હતી.

આઇટી, મેટલ અને ઓટોમોબાઇલ કંપનીના શેર પ્રેશરમાં જોવાયા હતા તો બીજી બાજુ બેન્ક શેરમાં મજબૂત સુધારો નોંધાયો હતો. બેન્ક નિફ્ટી પણ ૪૮ પોઇન્ટના સુધારે ૨૦,૬૭૬ની સપાટીએ ટ્રેડિંગમાં જોવાઇ હતી. દરમિયાન આજે શરૂઆતે રિલાયન્સ કંપનીના શેરમાં ૦.૪૮ ટકાનો ઘટાડો નોંધાયો હતો. એ જ પ્રમાણે ઇન્ફોસિસ અને ભારતી એરટેલ કંપનીના શેરમાં પણ ઘટાડાની ચાલ નોંધાઇ હતી તો બીજી બાજુ એશિયન પેઇન્ટ્સ, ટાટા સ્ટીલ અને સિપ્લા કંપનીના શેરમાં ૦.૬૬ ટકાથી ૦.૯૦ ટકા સુધીનો ઉછાળો નોંધાતો જોવા મળ્યો હતો.

બજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે પાંચ રાજ્યની ચૂંટણીનાં પરિણામની તારીખ જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ શેરબજારમાં સ્ટેડી મૂવમેન્ટ જોવા મળી રહી છે. નોંધનીય છે કે શનિવારે ચૂંટણીનાં પરિણામ છે.

બેન્ક શેર ગ્રીન ઝોનમાં
એસબીઆઈ ૦.૨૬ ટકા
પંજાબ નેશનલ બેન્ક ૦.૧૧ ટકા
બેન્ક ઓફ બરોડા ૦.૬૨ ટકા
કોટક મહિન્દ્રા બેન્ક ૨.૦૪ ટકા
ઈન્ડસ ઈન્ડ બેન્ક ૦.૭૦ ટકા
ફેડરલ બેન્ક ૦.૮૯ ટકા
યસ બેન્ક ૦.૮૧ ટકા

You might also like