બેન્ક અને કેપિટલ ગુડ્સ સેક્ટરમાં પ્રોફિટ બુકિંગ

અમદાવાદ: ઓપેક અને યુરોપિયન યુનિયનની મળી રહેલી બેઠક વચ્ચે આજે વિદેશી શેરબજાર નીચા ગેપથી ખૂલ્યાં છે. અનિશ્ચિતતાભર્યા સેન્ટિમેન્ટ વચ્ચે સ્થાનિક શેરબજાર પણ આજે શરૂઆતે રેડ ઝોનમાં ખૂલ્યું હતું. બીએસઇ સેન્સેક્સ ૫૨.૬૨ પોઇન્ટના ઘટાડે ૨૬,૬૬૧.૩૧ની સપાટીએ, જ્યારે એનએસઇ નિફ્ટી ૨૦.૬૦ પોઇન્ટના ઘટાડે ૮૧૫૯.૩૫ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. ખાસ કરીને આજે બેન્ક અને કેપિટલ ગુડ્સ સેક્ટરમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે.

આજે શરૂઆતે આઇટીસી કંપનીના શેરમાં એક ટકા, બજાજ ઓટો કંપનીના શેરમાં ૦.૯૯ ટકા, જ્યારે એક્સિસ બેન્કના શેરમાં ૦.૯૪ ટકાનો ઘટાડો નોંધાતો જોવા મળ્યો છે તો બીજી બાજુ કોલ ઇન્ડિયા, ઇન્ફોસિસ અને ટાટા મોટર્સ કંપનીના શેરમાં ૦.૮૯ ટકાથી ૧.૫૦ ટકા સુધીનો સુધારો જોવાયો હતો.

રૂપિયો ૬૭.૪૨ની સપાટીએ ખૂલ્યો
આજે શરૂઆતે ડોલર સામે રૂપિયાે ૬૭.૪૨ની સપાટીએ ખૂલ્યો હતો. ગઇ કાલે છેલ્લે ડોલર સામે રૂપિયો ૬૭.૪૫ની સપાટીએ બંધ થયો હતો.

You might also like