Categories: Business Trending

Stock Market: સેન્સેક્સ 150 પોઈન્ટ મજબૂતઃ નિફ્ટી 10,100ની નજીક

અમદાવાદ: રૂપિયામાં રિકવરી અને એશિયન બજારોમાં મિશ્ર સંકેતો વચ્ચે ઘરેલું શેરબજારની મજબૂત શરૂઆત થઇ હતી. બીએસઇનો સેન્સેક્સ ૨૦૦.૫૭ પોઇન્ટના ઉછાળા સાથે ૩૩,૫૪૯.૮૮ની સપાટી પર ખૂલ્યો હતો, જ્યારે નિફ્ટી ૩૭.૭૫ પોઇન્ટના ઉછાળા સાથે ૧૦,૦૬૭.૭૫ પર ખૂલી હતી.

ત્યાર બાદ સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો થઇને લગભગ બજાર ફ્લેટ થઇ ગયું હતું, પરંતુ આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેક્સમાં ૧૫૦ પોઇન્ટ કરતા વધુ ઉછાળો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ ૧૬૯.૭૪ પોઇન્ટના ઉછાળા સાથે ૩૩,૫૧૯.૦૫ પર અને નિફ્ટી ૪૭.૦૫ પોઇન્ટના ઉછાળે ૧,૦૭૭.૦૫ પર ટ્રેડ કરી રહી છે.

આજના ટ્રેડિંગમાં આઇસીઆઇસીઆઇ બેન્કના શેરમાં છ ટકાનો અને ડિવાઇસ લેબમાં ૧૧ ટકાનો ઉછાળો જોવાયો છે, જ્યારે કોટક બેન્કમાં ૨.૫ ટકાનો ઘટાડો દેખાઇ રહ્યો છે. ફાર્મા બેન્કિંગ અને ઓટો શેરમાં સારી લેવાલી જોવા મળી રહી છે. બેન્ક નિફ્ટી ૦.૫ ટકાના ઉછાળા સાથે ૨૪,૫૨૩ની સપાટીએ ટ્રેડ કરી રહી છે.

આઇસીઆઇસીઆઇ બેન્ક, ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ, ડો.રેડ્ડીઝ, સન ફાર્મા, એક્સિસ બેન્ક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને એશિયન પેઇન્ટ જેવા શેરમાં ૧.૬થી લઇને ૬.૬ ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે, જ્યારે કોટક મહિન્દ્રા બેન્ક, ઇન્ડસ ઇન્ડ બેન્ક, ભારતી એરટેલ અને એચડીએફસીના શેરમાં એક ટકાથી લઇને ૨.૬ ટકાનો ઘટાડો નોંધાયો છે.

આ લખાઇ રહ્યું છે ત્યારે રૂપિયો ડોલર સામે ૦.૦૮ પૈસાના ઘટાડા સાથે ૭૩.૩૯ પર ટ્રેડ કરી રહ્યો છે. એફએમસીજી અને નિફ્ટી મેટલ સિવાય નિફ્ટીના બધા શેર ગ્રીન ઝોનમાં છે.

divyesh

Recent Posts

મતદારોનાે ફેંસલો EVMમાં કેદ, 26 બેઠક પર શાંતિપૂર્ણ મતદાન

ગુજરાતમાં ત્રીજા તબક્કાની ર૬ લોકસભા બેઠકો અને વિધાનસભાની ૪ બેઠકોની પેટાચૂંટણી માટે સવારના ૭ વાગ્યાથી મતદાન શરૂ થયું છે. રાજ્યનાં…

21 hours ago

આતંકવાદીઓનાં શસ્ત્ર IED કરતાં મતદારોનું વોટર આઈડી વધુ શક્તિશાળી: PM મોદી

શ્રીલંકામાં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર દુનિયાને હચમચાવી નાખી હોઇ આતંકવાદ જેવી વૈશ્વિક સમસ્યાને વિશ્વની સૌથી મોટા લોકશાહી દેશ ભારતના મતદાન…

21 hours ago

ત્રીજા તબક્કાની 117 બેઠક પર મતદાન : રાહુલ, મુલાયમ, શાહ સહિતના દિગ્ગજોનાંં ભાવિનો ફેંસલો

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ૧૩ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશની ૧૧૭ બેઠક પર આજે મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં…

21 hours ago

વારાણસીમાં PM મોદીને સપાનાં મહિલા ઉમેદવાર શાલિની યાદવ ટક્કર આપશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સમાજવાદી પાર્ટી (સપા) અને બહુજન સમાજ પાર્ટી (બસપા)ના ગઠબંધને વારાણસી લોકસભાની બેઠક પર પોતાના ઉમેદવારનાં…

21 hours ago

રામપુરમાં ૩૦૦થી વધુ EVM કામ કરી રહ્યાં નથીઃ અબ્દુલ્લા આઝમખાનનો આક્ષેપ

ઉત્તર પ્રદેશમાં આજે ત્રીજા તબક્કાનાં મતદાન દરમિયાન રામપુરમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર આઝમખાનના પુત્ર અબ્દુલ્લા આઝમખાને એવો આક્ષેપ કર્યો છે કે…

21 hours ago

આતંકના ગઢ અનંતનાગમાં મતદાન: મહેબૂબા મુફ્તી સહિત કુલ ૧૮ ઉમેદવાર મેદાનમાં

જમ્મુ-કાશ્મીરમાં લોકસભાની ચૂંટણી માટે ત્રીજા તબક્કાનાં મતદાન હેઠળ અનંતનાગ સંસદીય બેઠક માટે મતદાન જારી છે. અલગતાવાદીઓ દ્વારા મતદાનનો બહિષ્કાર કરવાનું…

21 hours ago