Stock Marketની તેજીના પગલે 40થી વધુ કંપનીના શેર વર્ષની ઊંચી સપાટીએ

અમદાવાદ: શેરબજારમાં ફરી એક વખત તેજીની ચાલ જોવા મળી છે. નિફટી આજે શરૂઆતે ૧૦,૮૭રની સપાટીએ જોવા મળી હતી. એ-ગ્રૂપના શેરમાં ખરીદી વધતાં બજાજ ફાઇનાન્સ, ઇન્ફો‌િસસ, ગ્લેકસો સ્મિથલાઇન જેવી અગ્રણી કંપનીના શેર બાવન સપ્તાહની ઊંચી સપાટીઅે જોવા મળ્યા હતા.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે મોટાં ફંડ તથા રોકાણકારો દ્વારા નાની અને મધ્યમ કદની કંપનીઓના શેરમાં રોકાણ ઘટાડીને એ-ગ્રૂપની કંપનીઓમાં રોકાણ વધારતાં આ કંપનીના શેરમાં મજબૂત સુધારાની ચાલ જોવા મળી છે. આજે શરૂઆતે ૪૦ થી વધુ કંપનીના શેર એક વર્ષની ઊંચી સપાટીએ જોવા મળ્યા હતા.

એવન્યૂ સુપર માર્ટ અને ડી-માર્ટ કંપનીના શેર આજે ૧,૬રર.૦પની ઊંચી સપાટીએ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ કંપનીના શેરમાં છેલ્લા કેટલાય સમયથી રોકાણકારોની ખરીદી જોવા મળી રહી છે. જ્યારે આઇટી સેકટરની અગ્રણી ઇન્ફો‌િસસ કંપનીના શેરમાં ખરીદી વધતાં ૧,ર૭૪ની ઊંચી સપાટીએ જોવા મળ્યો હતો. નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીના શેરમાં છેલ્લા કેટલાય સમયથી ખરીદી જોવા મળી રહી છે અને તેના પગલે બજાજ ફાઇનાન્સ કંપનીના શેર પણ અાજે એક વર્ષની ઊંચી સપાટીએ જોવા મળ્યા હતા.

આરબીઆઇ બેન્ક, ટાટા એલેક્સી તથા યુનાઇટેડ બેવરે‌િજસ જેવી અે- ગ્રૂપની કંપનીના શેર પણ એક વર્ષની ઊંચી સપાટીએ જોવા મળ્યા હતા. શેરબજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આગામી એક વર્ષ પછી સામાન્ય ચૂંટણી આવી રહી છે એટલું જ નહીં, ડિસેમ્બરમાં ચાર રાજ્યની વિધાનસભાની ચૂંટણી છે. શાસક પક્ષની કામગીરીને લઇ બજારમાં સ્પષ્ટ માહોલ જોવા મળતો નથી અને તેેના કારણે મોટા ભાગના નિષ્ણાતો દ્વિધાભરી સ્થિતિમાં છે અને તેના પગલે એ-ગ્રૂપમાં રોકાણ વધારી રહ્યા છે.

You might also like