શેરબજારમાં ઠંડીનો ચમકારોઃ બેન્ક શેરમાં વધુ નરમાઈ

અમદાવાદ: શેરબજારમાં ઘટાડા તરફી ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. વૈશ્વિક તથા સ્થાનિક મોરચે નકારાત્મક પરિબળોના પગલે વિદેશી રોકાણકારો દ્વારા વેચવાલીના પગલે શેરબજારમાં ઘટાડો નોંધાયો છે. આજે શરૂઆતે સેન્સેક્સ ૪૧ પોઇન્ટના ઘટાડે ૩૧,૫૮૫, જ્યારે નિફ્ટી ૧૪ પોઇન્ટના ઘટાડે ૯,૮૫૮ પોઇન્ટની સપાટીએ ખૂલી હતી. મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરના શેરમાં પણ વેચવાલી નોંધાઇ હતી.

બેન્ક, એફએમસીજી, કન્ઝ્યુમર ડ્યુરેબલ, મીડિયા સેક્ટરના શેરમાં વેચવાલી નોંધાઇ હતી. હિંદુસ્તાન યુનિલિવર, એશિયન પેઇન્ટ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ડો.રેડ્ડીઝ, બીપીસીએલ, કોલ ઇન્ડિયા અને એસબીઆઇ કંપનીના શેરમાં ૦.૮થી ૧.૫ ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે બેન્ક નિફ્ટી પણ ૦.૩ ટકા તૂટી ૨૪,૧૦૦ની સપાટીની નીચે પહોંચી ગઇ હતી.

બીજી બાજુ મેટલ અને પાવર સેક્ટરના શેરમાં સાધારણ સુધારાે નોંધાતો જોવા મળ્યો હતો. પાવર ગ્રીડ્સ, એક્સિસ બેન્ક, ઓએનજીસી, ઇન્ડિયા બુલ હાઉસિંગ, ટાટા મોટર્સ કંપનીના શેરમાં બે ટકાનો ઘટાડો જોવાયો હતો. આમ, આજે શરૂઆતે જ સેન્સેક્સ ૩૧,૬૦૦ની સપાટી તોડી નીચે જોવા મળ્યો હતો.

આ શેર રેડ ઝોનમાં ખૂલ્યા
અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૩૩ ટકા
એચયુએલ ૧.૩૨ ટકા
એશિયન પેઈન્ટ ૧.૨૧ ટકા
ટાટા પાવર ૦.૮૬ ટકા
ભારત પેટ્રોલિયમ ૦.૬૫ ટકા

પાછલા કેટલાક સેશનમાં જોવાયેલો ઘટાડો
તારીખ સેન્સેક્સનો બંધ આંક
૧૮.૦૯.૧૭ ૩૨,૪૨૩
૧૯.૦૯.૧૭ ૩૨,૪૦૨
૨૦.૦૯.૧૭ ૩૨,૪૦૦
૨૧.૦૯.૧૭ ૩૨,૩૭૦
૨૨.૦૯.૧૭ ૩૧,૯૨૨
૨૫.૦૯.૧૭ ૩૧,૬૨૬
૨૬.૦૯.૧૭ ૩૧,૫૮૫
(આજે શરૂઆતે)

You might also like