શેરબજારમાં તેજી જોવા મળી, ઓલટાઇમ હાઇ પર સ્ટોકમાર્કેટ બંધ

NSEમાં જોવા મળેલી ગડબડ વચ્ચે આજે સ્ટોક માર્કેટ રેકોર્ડ ઉંચાઇ પર બંધ જોવા મળ્યું છે. પીસએયુ બેન્ક, આઇટી, મેટલ, ફાર્મા, રિયાલ્ટી, કેપિડલ ગુડ્સ, ઓઇલ એન્ડ ગેસ અને પાવર સેકટરમાં જોરદાર ખરીદીના કારણે માર્કેટ સપોર્ટ મળ્યો હતો અને કારોબાર દરમિયાન સેન્સેક્ટ ઓલટાઇમ હાઇ 31,768 પોઇન્ટ અને નિફ્ટી રેકોર્ડ પોઇન્ટ 9778 સુધી પહોંચી ગઇ હતી.

જ્યારે માર્કેટના અંતમાં સેન્સેક્સ 355 પોઇન્ટના વધારા સાથે 31,716 પર જ્યારે નિફ્ટી 105 અંકના વધારા સાથે પ્રથમ વખત 9750થી ઉપર 9771 પોઇન્ટ પર બંધ જોવા મળી હતી. સેન્સેક્સમાં જોવા મળેલી તેજી કારણે રોકાણકારોને 1.45 લાખ કરોડ રૂપિયાનો ફાયદો થયો હતો.
http://sambhaavnews.com/

You might also like