શેરબજારમાં આગેકૂચ અટકીઃ ઓટોમોબાઈલ-બેન્ક શેરમાં પ્રોફિટ બુકિંગ

અમદાવાદઃ શેરબજારમાં છેલ્લાં કેટલાંક સેશનથી જોવા મળી રહેલો સુધારો આજે સપ્તાહના પ્રથમ દિવસે વેચવાલીના પગલે અટક્યો હતો. ઓટોમોબાઇલ અને બેન્ક શેરમાં ભારે વેચવાલી નોંધાઇ હતી. આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૫૪ પોઇન્ટના ઘટાડે ૨૭,૮૨૮, જ્યારે એનએસઇ નિફ્ટી ર૧ પોઇન્ટના ઘટાડે ૮,૬૨૦ની સપાટી તોડી ૮,૬૧૯ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી.

કેપિટલ ગુડ્સ, એફએમસીજી અને ફાર્માસ્યુટિકલ સેક્ટર સિવાયના તમામ સેક્ટોરિયલ ઇન્ડેક્સમાં વેચવાલી નોંધાતી જોવા મળી હતી. આજે શરૂઆતે વિપ્રો કંપનીના શેરમાં ૧.૧૨ ટકા ઘટાડો નોંધાતો જોવા મળ્યો હતો તો બીજી બાજુ ભારતી એરટેલ, સન ફાર્માસ્યુટિકલ અને લાર્સન એન્ડ ટુબ્રો કંપનીના શેરમાં એક ટકાથી ચાર ટકા સુધીનો સુધારો નોંધાયો હતો.

અમેરિકાની નીતિના પગલે એશિયાઈ બજાર તૂટ્યાં
મુસ્લિમ દેશો માટે અમેરિકા સખત બન્યું છે. અમેરિકાની નીતિના પગલે એશિયાઈ બજાર આજે શરૂઆતે નીચા ગેપથી ખૂલ્યાં હતાં. જાપાનનો નિક્કી શેરબજાર ઇન્ડેક્સ એક ટકા તૂટ્યો હતો, જોકે ચીન, તાઈવાન, સિંગાપોર શેરબજાર બંધ છે. જાપાનનો નિક્કી શેરબજાર ઈન્ડેક્સ ૧૦૪ પોઈન્ટના ઘટાડે ૧૯,૩૬૨ પોઈન્ટની સપાટીએ જોવા મળ્યો છે. જાણકારોના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતાભર્યા માહોલના પગલે એશિયાઈ બજાર તૂટી રહ્યાં છે.

http://sambhaavnews.com/

You might also like