મંગળવારે સેન્સેક્સમાં કડાકો છતાં ૪૬ કંપનીના શેર નવી ઊંચાઈએ

અમદાવાદ: શેરબજારમાં ગઇ કાલે કડાકો બોલાઇ ગયો હતો. સેન્સેક્સ ૩૬૨ પોઇન્ટ તૂટ્યો હતો, જ્યારે નિફ્ટી ૧૧૬ પોઇન્ટના ઘટાડે છેલ્લે ૯૮૦૦ પોઇન્ટની નીચે ૯૭૯૬ની સપાટીએ બંધ જોવાઇ છે, જોકે તેમ છતાં પણ બીએસઇ પર ૬૭ સ્ટોક્સ બાવન સપ્તાહની ઊંચાઇ પર જોવા મળ્યા હતા. બજાજ હોલ્ડિંગ, બજાજ ફાઇનાન્સ, ડી-માર્ટ, ગૃહ ફાઇનાન્સ, ઇન્ડસઇન્ડ બેન્ક, એલએન્ડટી ફાઇ., મહારાષ્ટ્ર સ્કૂટર, ટ્રાયડેન્ટ, રત્નમ‌િણ મેટલ, હેરિટેજ ફૂડ જેવી કંપનીઓના શેર બાવન સપ્તાહની ઊંચી સપાટીએ જોવા મળ્યા હતા.

જાણકારોના જણાવ્યા પ્રમાણે શેરબજારમાં ટેક્નિકલ કરેક્શન ભલે જોવા મળ્યું હોય, પરંતુ ફંડામેન્ટલી મજબૂત સ્ટોક્સમાં આવેલી ખરીદીના પગલે શેરમાં સુધારાની ચાલ નોંધાઇ છે. શેરબજારમાં ઘટાડો જોવાયો હોવા છતાં ૪૬ કંપનીઓના શેરે નવી ઊંચાઇ બનાવી હતી.

આ અગ્રણી કંપનીના શેરે નવી ઊંચાઈ બનાવી હતી
કંપનીનું નામ નવી ઊંચાઈ
બજાજ હોલ્ડિંગ રૂ. ૨,૯૯૨.૯૫
બજાજ ફાઈનાન્સ રૂ. ૧,૮૩૯.૭૦
સીઈએસસી રૂ. ૧,૦૩૩.૦૦
ડી-માર્ટ રૂ. ૧,૦૬૮.૦૦
હેરિટેજ ફૂડ રૂ. ૧,૪૭૨.૩૦
આઈઆઈએફએલ રૂ. ૬૪૩.૦૦
ગૃહ ફાઈનાન્સ રૂ. ૫૨૦.૬૦
એચઈજી લિ. રૂ. ૬૧૭.૮૦
ઈન્ડસઈન્ડ બેન્ક રૂ. ૧,૬૯૦.૦૦
એલએન્ડટી ફાઈ. રૂ. ૧૯૫.૩૦
મહારાષ્ટ્ર સ્કૂટર રૂ. ૨,૪૫૦.૦૦
ટ્રાયડેન્ટ રૂ. ૯૭.૮૦

You might also like