Categories: Business Trending

Stock Market : સેન્સેક્સ 100 પોઈન્ટ તૂટીને 34,000 નીચેઃ મિડકેપમાં તેજી

અમદાવાદ: સોમવારે બજારમાં જોરદાર તેજી જોવા મળ્યા બાદ આજે રોકાણકારો સતર્ક દેખાઇ રહ્યા છે. આજે શરૂઆતમાં સેન્સેક્સ ૧૦૦ પોઈન્ટ તૂટીને ૩૪,૦૦૦ની નીચે સરકી ગયો હતો અને નિફ્ટી પણ ૧૦,૨૦૦ની સપાટી પર ટ્રેડ કરી રહી હતી.

રૂપિયાની નબળી શરૂઆત અને એશિયન બજારમાં મિશ્ર પ્રવાહોને લઇને શેરબજાર પર દબાણ જોવા મળી રહ્યું છે. આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેક્સમાં ૬૧.૨૯ પોઇન્ટના ઘટાડા સાથે ૩૪,૦૦૬ અને નિફ્ટી ૨૧.૮૫ પોઇન્ટના ઘટાડા સાથે ૧૦,૨૨૯ પર ટ્રેડ કરી રહી છે.

આજે આઇટી શેરમાં વેચવાલી જોવા મળી રહી છે. પીએસયુ બેન્કના શેરમાં ગઇ કાલની તેજી આજે પણ જારી છે. બીપીસીએલના શેરમાં ચાર ટકાનો ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે ટાટા મોટર્સમાં ત્રણ ટકાની તેજી જોવાઇ છે, જોકે મિડકેપ અને સ્મોલકેપ શેરમાં સારી લેવાલી જોવા મળી રહી છે.

પીએસયુ બેન્કિંગ, રિયલ્ટી, ઓટો અને કન્ઝ્યુમર ડ્યુરેબલ શેરમાં લેવાલી જોવા મળી છે. બેન્ક નિફ્ટી ૦.૩ ટકા વધીને ૨૫,૦૩૨ની સપાટીએ ટ્રેડ કરી રહી છે. આઇટી, ફાર્મા, ઓઇલ એન્ડ ગેસ શેરમાં દબાણ જોવા મળી રહ્યું છે.

યસ બેન્ક, ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ, ગેઇલ, ટેક્ મહિન્દ્રા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એસબીઆઇ અને બજાજ ઓટોમાં ૦.૫ ટકાથી ૨.૯ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે બીપીસીએલ, એચપીસીએલ, આઇઓસી, ઇન્ડસ ઇન્ડ બેન્ક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, ટાટા સ્ટીલ, કોલ ઇન્ડિયા અને ટીસીએસમાં ૧.૨ ટકાથી ૩.૧ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

divyesh

Recent Posts

મસ્તી મસ્તીમાં મિત્રો ઝઘડ્યા એકે બીજાને ચપ્પાના ઘા માર્યા

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરમાં વટવા વિસ્તારમાં આવેલા પુનિતનગર બસ સ્ટેન્ડ પાસે ગઇ કાલે રાતે એક યુવક ઉપર સામાન્ય બાબતે તેના…

1 day ago

આતંક સામે આક્રોશ, શહીદ જવાનોને શ્રદ્ધાંજલિઃ બજારો સ્વયંભૂ બંધ રહ્યાં

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં CRPFના જવાનો ઉપર થયેલા આતંકી હુમલાના ઘેરા પ્રત્યાધાત અમદાવાદ સહિત સમગ્ર દેશમાં પડ્યા છે. આંતકી…

1 day ago

પગાર વધારાની માગણી સાથે શિક્ષણ સહાયકો કાલે સામૂહિક મૂંડન કરાવશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: પગારના મુદ્દે છેલ્લા ઘણા સમયથી લડત ચલાવી રહેલા ગ્રાન્ટેડ શાળાઓમાં ફરજ બજાવી રહેલા શિક્ષણ સહાયકોએ રાજ્ય સરકારને…

1 day ago

750 કરોડની SVP હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ છે પણ શોભાનો

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: વી.એસ. હોસ્પિટલ પરિસરમાં રૂ.૭પ૦ કરોડના ખર્ચે નવનિર્મિત ૧૮ માળની સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલના બારમા માળે સ્વાઇન ફ્લૂનો…

1 day ago

મ્યુનિ. બજેટ બેઠકમાં બબાલઃ માત્ર એક કલાકમાં ચાર બજેટ મંજૂર કરી દેવાયાં

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: આજે મ્યુનિસિપલ મુખ્યાલયમાં આવેલા ગાંધી હોલમાં મળેલી બજેટ બેઠકમાં સવારે ૧૦ વાગ્યે મ્યુનિ. કોર્પોરેશન સલગ્ન ચારેય સંસ્થાનાં…

1 day ago

પુલવામા હુમલો: ૪૦ શહીદને આજે અંતિમ વિદાય અપાશે

(એજન્સી) નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ ૪૦ જવાનના પાર્થિવ દેહ આજે તેમના ઘરે પહોંચી જશે અને તેમને…

1 day ago