શેરબજારમાં સુધારાની ચાલ

અમદાવાદ: આજે પણ શેરબજારમાં શરૂઆતે આગેકૂચ જારી રહેલી જોવા મળી હતી. આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૧૦૦ પોઇન્ટના સુધારે ૩૧,૮૪૮, જ્યારે એનએસઇ નિફ્ટી ૩૩ પોઇન્ટના સુધારે ૯,૮૧૯ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. નિફ્ટીએ શરૂઆતે ૯,૮૦૦ની સપાટી ક્રોસ કરી હતી. રિલાયન્સની આગેવાનીએ શેરબજારમાં આગેકૂચ જારી રહેલી જોવા મળીહતી. બેન્ક અને ઓટોમોબાઇલ કંપનીના શેરમાં પણ ઉછાળો જોવાયો હતો. એ જ પ્રમાણે મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરના શેરમાં સુધારો નોંધાયો હતો.

આજે શરૂઆતે રિલાયન્સ કંપનીનો શેર ૧.૫૨ ટકાના સુધારે ૧,૫૧૮ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળ્યો હતો. ભારતી એરટેલ અને ઓએનજીસી કંપનીના શેરમાં પણ ૧.૪૦ ટકાનો સુધારો નોંધાયો હતો. તો બીજી બાજુ એચડીએફસી, ટીસીએસ અને ઇન્ફોસિસ કંપનીના શેરમાં ૦.૨૩ ટકાથી ૦.૩૬ ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરના શેર જેવા કે બાયોકોન, અદાણી એન્ટરપ્રાઇઝ, ટાટા કોમ્યુનિકેશન, બોડલ કેમિકલ્સ, લક્સ ઇન્ડસ્ટ્રીઝ અને કિર્લોસ્કર ઇલેક્ટ્રિક કંપનીના શેરમાં પાંચથી સાત ટકાનો ઉછાળો નોંધાયો હતો. આજે શરૂઆતે બાયોકોન કંપનીના શેરમાં આઠ ટકાનો ઉછાળો નોંધાયો હતો.

નિફ્ટીના આ શેરમાં ઉછાળો
વેદાન્તા ૧.૪૪ ટકા
ભારતી એરટેલ ૧.૪૨ ટકા
ઈન્ડિયન ઓઈલ ૧.૦૩ ટકા
અંબુજા સિમેન્ટ ૧.૦૨ ટકા
ભારતી ઈન્ફ્રાટેલ ૧.૦૧ ટકા

ઓઈલ એન્ડ ગેસ સેક્ટર અપ
રિલાયન્સ ૧.૫૦ ટકા
ઓએનજીસી ૧.૩૪ ટકા
ઈન્ડિયન ઓઈલ કોર્પો. ૨.૪૯ ટકા

PSU બેન્ક શેર અપ
એસબીઆઈ ૦.૩૨ ટકા
બેન્ક ઓફ બરોડા ૦.૩૧ ટકા
પંજાબ નેશનલ બેન્ક ૦.૧૦ ટકા

વૈશ્વિક બજારમાં ક્રૂડમાં એક તરફી તેજી
વૈશ્વિક બજારમાં ક્રૂડમાં એક તરફી તેજીની ચાલ જોવા મળી છે. આજે શરૂઆતે નાયમેક્સ ક્રૂડના ભાવમાં ૧.૫ ટકાનો સુધારો નોંધાઇ ૪૫.૮ ડોલર પ્રતિબેરલની સપાટીએ જોવા મળ્યું છે, જ્યારે બ્રેન્ટ ક્રૂડ ૧.૫ ટકાના સુધારે ૪૮.૨ ડોલર પ્રતિબેરલની સપાટીએ પહોંચી ગયું હતું.

http://sambhaavnews.com/

You might also like