ઈન્ટ્રા ડે ટ્રેડિંગમાં શેરબજારનો પતંગ વધુ ઊંચે ઊડ્યો

અમદાવાદ: આજે પણ શેરબજારમાં આગેકૂચ જારી રહેલી જોવા મળી હતી. ઇન્ટ્રા-ડે ટ્રેડિંગમાં બીએસઇ સેન્સેક્સ ૧૧૦ પોઇન્ટના સુધારે ૩૪,૪૬૨, જ્યારે એનએસઇ નિફ્ટી ૩૩ પોઇન્ટના સુધારે ૧૦,૬૫૬ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. ઓટો સેક્ટરના શેરમાં આગેકૂચ નોંધાઇ હતી.

કોલ ઈન્ડિયા કંપનીના શેરમાં પણ મજબૂત ચાર ટકાનો ઉછાળો નોંધાયો હતો, જ્યારે ટાટા મોટર્સ અને ટાટા સ્ટીલ કંપનીના શેરમાં એક ટકાથી ૧.૫૦ ટકાનો ઉછાળો નોંધાયો હતો. જોકે ઉપલા મથાળે વેચવાલી આવતા બજારમાં ઘટાડાની ચાલ નોંધાતી જોવા મળી હતી.

દરમિયાન ગઇ કાલે નોંધાયેલા ઉછાળા બાદ આજે શરૂઆતે ફાર્મા, મીડિયા, એફએમસીજી અને ઓઇલ એન્ડ ગેસ કંપનીના શેરમાં ઉછાળો નોંધાયો હતો તો બીજી બાજુ મેટલ અને રિયલ્ટી કંપનીના શેરમાં સુધારાની ચાલ નોંધાઇ હતી.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે બજેટમાં સરકાર સામાન્ય વર્ગને અસર કરે તે રીતે રાહત આપી શકે છે તેવા સેન્ટિમેન્ટ પાછળ પ્રી બજેટ રેલી જોવા મળી હતી. વિદેશી સંસ્થાગત રોકાણકારોની સતત લેવાલીના પગલે બજારમાં સુધારાની ચાલ જોવા મળી હતી.

જાન્યુઆરીમાં વિદેશી સંસ્થાગત રોકાણકારની ખરીદી

તારીખ ચોખ્ખું ખરીદ-વેચાણ
૮.૧.૨૦૧૮ રૂ. ૮૯૨.૩૪
૫.૧.૨૦૧૮ રૂ. ૩૬૪.૧૮
૪.૧.૨૦૧૮ રૂ. ૧૧૩.૧૬
૩.૧.૨૦૧૮ રૂ. ૬૧૯.૩૭
૨.૧.૨૦૧૮ રૂ. – ૧૧.૩૦
૧.૧.૨૦૧૮ રૂ. ૪૩૨.૯૬
(આંકડા કરોડમાં)

અગ્રણી આ શેર બાવન સપ્તાહની ઊંચી સપાટીએ જોવાયા

આરતી ડ્રગ્સ રૂ. ૭૮૪.૮૦
એક્સિસ બેન્ક રૂ. ૫૬૯.૯૦
સીઈએસસી રૂ. ૧૧૩૪.૪૫
એક્સેલ રૂ. ૭૪૬.૦૦
જીવીકે પાવર રૂ. ૨૨.૧૫
એચડીએફસી લાઈફ રૂ. ૪૩૧.૦૫
હેક્સાવેર ટેક્નો. રૂ. ૩૬૮.૭૫
હિંદ એલ્યુમિનિયમ રૂ. ૧૬૦.૦૦

 

આ શેરમાં ઉછાળો
કોલ ઈન્ડિયા ૪.૮૩ ટકા
ઓએનજીસી ૦.૭૬ ટકા
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૦.૭૪ ટકા
સન ફાર્મા ૦.૬૮ ટકા
ભારતી એરટેલ ૦.૬૫ ટકા

આ શેરમાં પ્રોફિટ બુકિંગ
ભેલ ૦.૪૯ ટકા
એશિયન પેઈન્ટ્સ ૦.૨૦ ટકા
એચડીએફસી બેન્ક ૦.૧૯ ટકા
રિલાયન્સ ૦.૧૪ ટકા
અદાણી પોર્ટ ૦.૦૭ ટકા

એશિયાઈ શેરબજારમાં સુધારાની ચાલ
આજે શરૂઆતે મોટા ભાગના શેરબજાર ગ્રીન ઝોનમાં ખૂલ્યાં હતાં. જાપાનનો નિક્કી શેરબજાર ઇન્ડેક્સ ૧૨૯ પોઇન્ટના સુધારે ૨૩,૮૪૩, જ્યારે હેંગસેંગ શેરબજાર ઇન્ડેક્સ ૩૧ હજાર પોઇન્ટની નજીક ૩૦ પોઇન્ટના સુધારે ૩૦,૯૩૦ પોઇન્ટના મથાળે જોવા મળ્યો હતો. ચીનનો શાંઘાઇ અને દક્ષિણ કોરિયાનો કોસ્પી શેરબજાર ઇન્ડેક્સ પણ ગ્રીન ઝોનમાં જોવા મળ્યો હતો. દરમિયાન અમેરિકાનું નાસ્ડેક અને એસએન્ડપી શેરબજાર ઇન્ડેક્સ પોઝિટિવ બંધ જોવા મળ્યું હતું, જ્યારે ડાઉ જોન્સ ઇન્ડેક્સ સાધારણ ૧૨.૮૭ પોઇન્ટના ઘટાડે છેલ્લે ૨૫,૨૮૩ પોઇન્ટના મથાળે બંધ જોવાયો હતો.

You might also like