બેનામી શેર પર ડિવિડન્ડ મેળવનાર ITના સકંજામાં

મુંબઇ: ડિમેટ એકાઉન્ટ અગાઉ ફિઝિકલ ફોર્મેટમાં શેરમાં રોકાણ કરવામાં આવતું હતું. નવા નિયમ મુજબ ડિમેટ ફોર્મેટ ફરજિયાત છે તેમ છતાં પણ એક અંદાજ મુજબ હાલ ફિઝિકલ ફોર્મેટમાં જે શેર છે તેવા બેનામી શેર પર રૂ. ૮૫થી ૯૦ હજાર કરોડનું શેર ડિવિડન્ડ મેળવાઇ રહ્યું છે. મોટા ભાગનું આ ડિવિડન્ડ બેનામી ખાતામા જમા કરાવવામાં આવી રહ્યું હોવાનું બહાર આવ્યું છે.

આઇટી વિભાગ આવા બેનામી શેરધારકો દ્વારા મેળવાઇ રહેલા ડિવિડન્ડ પર સકંજો કસી શકે છે. રોકાણકારો આવા ડિવિડન્ડ થકી મોટો પ્રોફિટ કમાઇ રહ્યા હોવાની વિગતો પણ બહાર આવી છે. રજિસ્ટ્રાર ઓફ કંપની-આરઓસી પાસેથી આવા રોકાણકારોની વિગતો પણ મેળવવામાં આવી રહી છે, જેના પગલે હવે આવા રોકાણકારો સામે ગાળિયો વધુ કસાઇ શકે છે.

http://sambhaavnews.com/

You might also like