શેર અને કોમોડિટી માટે એક જ બ્રોકિંગ લાઈસન્સ

મુંબઇ: બીએ શેર અને કોમોડિટી માટે એક જ બ્રોકિંગ લાઇસન્સ આપવાની કવાયત હાથ ધરી છે. સેબી દ્વારા એક જ લાઇસન્સ આપવાની મંજૂરીથી બ્રોકિંગ કંપનીઓને સંચાલનમાં સરળતા રહેશે. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે હાલ કોમોડિટી અને શેરબ્રોકર્સ માટે નિયમો અને માર્ગદર્શિકામાં મોટું અંતર જોવા મળી રહ્યું છે. બંનેના કારોબાર સંબંધી નિયમોમાં સંતુલન લાવવા નિયમનકારી એજન્સી સેબીએ કવાયત હાથ ધરી છે.

હાલ સેબી દ્વારા નિયમોનું ફરજિયાત પાલન કરાવવામાં આવી રહ્યું છે અને તેના કારણે બ્રોકર્સ મુશ્કેલી અનુભવી રહ્યા છે. સેબીના જણાવ્યા પ્રમાણે સેબીની સખતાઇના કારણે એક અંદાજ મુજબ પાછલા આઠ મહિનામાં ૩૦૦૦ બ્રોકર્સે પોતાનો કારોબાર બંધ કરવો પડ્યો છે, જેના પગલે સેબીએ હવે કોમોડિટી અને સ્ટોક બ્રોકિંગમાં કારોબાર માટે એક જ નિયમ બનાવવાની દિશામાં કાર્યવાહી હાથ ધરી છે. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે સેબીની આ પ્રકારની કવાયતથી સ્ટોક અને કોમોડિટી બંનેના રોકાણકારને પણ ફાયદો થશે.

You might also like