ભારત કે શેર ઓસ્ટ્રેલિયામે ઢેર : ધોનીએ DRS મુદ્દે કુલડીમાં ગોળ ભાંગ્યો

પર્થ : ભારત ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પહેલી વનડેમાં 5 વિકેટથી હારી ગયું છે. મેજબાન ટીમની આ જીત જ્યોર બેલીની સદીનાં પરિણામે થઇ હતી. જો કે રમવા આવ્યો તેનાં થોડા સમયમાં વિકેટની પાછળ કેચઆઉટ થઇ ગયો હતો. પરંતુ વિકેટકીપર અને કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની તરફથી જબરદસ્ત અપીલ નહી થવાનાં કારણે એમ્પાયરે તેને આઉટ નહોતો માન્યો. જેનાં કારણે એકવાર ફરીથી ડીઆરએસ સિસ્ટમનો મુદ્દો ચર્ચામાં આવી ગયો છે.

મેચ પછી પત્રકારો સાથે ચર્ચામાં પણ આ મુદ્દો ઉઠ્યો હતો. ધોનીએ બેલે આઉટ હોવા અંગે પુછવામાં આવેલા સવાલનાં જવાબમાં કહ્યું કે તેને ડીઆરએસ પર ભરોસો નથી. પત્રકારે પુછ્યું કે શું તમને લાગે છે કે ભારત ડીઆરએસ સિસ્ટન ન હોવાનાં કારણે નુકસાન થયું ? તે અંગે ધોનીએ કહ્યું કે હું તમારી સાથે સંમત થઇ શકું છું. પત્રકારોએ કહ્યું કે જો ડીઆરએસ સિસ્ટમ હોત તો બેલેને આઉટ જાહેર કરવામાં આવત.આ અંગે ધોનીએ કહ્યું કે તે હજી પણ ડીઆએશ સિસ્ટમ મુદ્દે સંતુષ્ટ નથી.

આ સવાલ પર જ્યોર્જ બેલેએ કહ્યું કે તેને (પોતાનાં કેચને) ડીઆરએસ સિસ્ટમમાં જોવાની મજા પડત. બેલેએ બરિંદર સરનનાં વખાણ કર્યા અને કહ્યું કે તેનું ભવિષ્ય ઉજ્વળ છે. તેની પાસે સારી પેસ ક્ષમતા છે. અત્રે નોંધનીય છે કે બીસીસીઆઇ ડીઆરએસ સિસ્ટમનો વિરોધ કરતું રહ્યું છે, માટે ભારતની મેચોમાં આ સિસ્ટમ લાગુ કરવામાં નથી આવતી. ટીમની બોલિંગ અંગે ધોનીએ કહ્યું કે ફાસ્ટ બોલર્સ દ્વારા સારી બોલિંગ કરવામાં આવી હતી. તેઓએ સારી શરૂઆત અપાવી હતી. જો કે સ્પિનર્સ હજી પણ વધું સારી બોલિંગ કરી શક્યા હોત. ધોનીએ કહ્યું કે ઇશાંત પસંદગી માટે ઉપલબ્ધ હતો પરંતુ તેને આંગળીમાં ઇજાની સાથે રમવું પડતી. જેથી અમે તેની ઇજાને ધ્યાનમાં રાખીને તેને આરામ આપ્યો.

You might also like