એકદમ પાતળુ સ્ટીકર એક સાથે ઘણા મોબાઈલ-ટેબલેટ ચાર્જ કરશે

ફ્રેન્ચ સ્ટાર્ટઅપ કંપનીએ નવી જનરેશનનું વાયરલેસ ચાર્જર તૈયાર કર્યું છે. જે મેટલના સ્ટીકર જેવું હોય છે. એકદમ પાતળા સ્ટીકર જેવા દેખાતા મેટલના પતરા પર કોઈપણ ડિવાઈઝ મૂકી દેવાથી તે ચાર્જ થઈ શકે છે. એ પણ કોઈ પ્રકારના વાયરિંગ કે કનેક્શન વગર. એનર્જી સ્ક્વેર નામના સ્ટીકરની સિસ્ટમના બે ભાગ છે. એકમાં ચાર્જિગ પેડ છે અને બીજો સ્ટીકરનો પાછળનો ભાગ છે. સ્ટીકરમાં બે સુક્ષ્મ મેટલના ઈલેક્ટ્રોડ્સ એકબીજા સાથે તેમજ કનેક્ટર સાથે જોડાયેલા છે. જે ઈલેક્ટ્રીક પ્લગ સાથે જોડાયેલા હોય છે. અાનાથી એક સાથે મલ્ટીપલ ડિવાઈઝ ઝડપથી ચાર્જ થઈ શકે છે.
http://sambhaavnews.com/

You might also like