સીડી ચડવાથી હાઈપરટેન્શનની સમસ્યા ઘટશે

હાર્ટ હેલ્થને સારી રાખવી હોય તો એરોબિક એકસર્સાઈઝની સાથે સાથે સીડી ચડવી પણ ફાયદાકારક છે એવું અમેરિકન અભ્યાસકર્તાઓનું માનવું છે. ખાસ કરીને મિડલ એજ અને પ્રૌઢાવસ્થામાં પ્રવેશી ચૂકેલી મહિલાઓને સીડી ચડવાથી ખૂબ ફાયદો થાય છે. એનાથી પગના મસલ્સ સ્ટ્રોન્ગ થાય છે અને હૃદયની પમ્પિંગ કરવાની ક્ષમતા પણ સુધરે છે.

સીડી ચડવાથી એરોબિકસ અને રેઝિસ્ટન્સ ટ્રેઈનિંગ એમ બંનેનો સામટો ફાયદો મળે છે. મિડલ એજ પછીથી પગની પિંડીના મસલ્સ નબળા પડે છે અને લોહીને હૃદય તરફ પાછું ધકેલવાની ક્ષમતા ઘટે છે. આવા સંજોગોમાં પહેલેથી જ સીડી ચડવાની નિયમિત આદત સ્ત્રીઓમાં હાઈપરટેન્શનની સંભાવના ઘટાડે છે.

You might also like