ફરીથી ધોનીની કેપ્ટનશિપવાળી ટીમનો કોચ બન્યો ફલેમિંગ

કોલકાતા: ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીફન ફલેમિંગને આઇપીએલની સિઝન માટે પુણે ફ્રેંચાઇઝીએ મુખ્ય કોચ બનાવ્યો છે. આ નવી નિમણૂકની સાથે ચેન્નઈ સુપર કિંગ્સનો ભૂતપૂર્વ કોચ ફલેમિંગ પોતાના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની સાથે લાંબી અને સૌથી સફળ ભાગીદારી શરૃ કરશે.

પુણેની ટીમના માલિક સંજીવ ગોએન્કાએ કહ્યું, ”હું મુખ્ય કોચના રૃપમાં ફલેમિંગનું સ્વાગત કરું છું.” ધોની અને ફલેમિંગની જોડીએ ચેન્નઈની ટીમને સતત બે આઇપીએલ ખિતાબ અપાવવા ઉપરાંત ચેમ્પિયન્સ લીગના બેખિતાબ પણ અપાવ્યા હતા. ગોએન્કાએ કહ્યું, ”ફલેમિંગ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ખેલાડીના રૃપમાં ઘણો સફળ રહ્યો હતો અને વિશ્વાસ છે કે તેનું ક્રિકેટ અંગેનું જ્ઞાન અને કૌશલ્ય અમારી ટીમ માટે ઘણું ફાયદાકારક રહેશે. અમારી ટીમના સભ્યો પર આની સકારાત્મક અસર પડશે.”

You might also like