વિશ્વનું સૌથી મોંઘું ઘર બની રહ્યું છે અમેરિકામાં

ન્યૂયોર્ક: હોલિવૂડની ફિલ્મોમાં એક્ટિંગ કરી ચૂકેલા અને અમેરિકામાં પ્રોપર્ટીના બિઝનેસ સાથે સંકળાયેલા નીલ નિઅામીઅે વિશ્વનું સૌથી મોંઘુ ઘર બનાવવાનું શરૂ કર્યું છે. ૧૦ હજાર સ્કેવર ફૂટમાં પથરાયેલા અા વિલાની કિંમત ૫૦૦ મિલિયન ડોલર છે. તેમાં પાંચ સ્વીમિંગપૂલ છે તો કેસિનો પણ વિલાની અંદર જ છે. અહીં નાઇટ ક્લબ છે તો લાઉન્જમાં દિવાલોના બદલે જેલી ફિશ ટેન્ક છે. વિશ્વનું સૌથી મોંઘું ઘર બનવાનું કામ હજુ ચાલુ છે પરંતુ તેની અડોશ પડોશમાં હોલિવૂડના ખ્યાતનામ એક્ટર અને ડિરેક્ટર રહે છે. અા વિલા વ્હાઈટ હાઉસ કરતાં પણ ડબલ જગ્યામાં છે. અા વિલાનો ભાવ હજુ નક્કી થયો નથી પરંતુ પ્રતિ સ્કેવર ફૂટ ૫૦૦૦ ડોલરના હિસાબે ભાવ નીકળે તેવી શક્યતા છે. ૨૦૧૭માં તેનું કામ પૂરું થશે.

You might also like