સ્ટીલ અને શુગર સેક્ટરમાં સુધારાની શક્યતા

મુંબઇ: સ્ટીલ અને શુગર સેક્ટરમાં ચાલુ કેલેન્ડર વર્ષમાં સુધારો જોવાવાની શક્યતા છે. ઇકરાના રિપોર્ટ મુજબ સ્થાનિક બજારમાં સ્ટીલની ધીમી પણ મજબૂત માગની અસરે સ્ટીલ કંપનીઓની બેલેન્સ શીટમાં સુધારો નોંધાઇ શકે છે. ઇકરાના રિપોર્ટ મુજબ નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬ના ત્રીજા-ચોથા ક્વાર્ટરમાં સ્ટીલ કંપનીઓની બેલેન્સશીટમાં સુધારો જોવાઇ શકે છે.

કેન્દ્ર સરકારે સ્ટીલ પ્રોડક્ટની ઇમ્પોર્ટ પર મિનિમમ ઇમ્પોર્ટ પ્રાઇસ લાગુ કરવાના કારણે સ્થાનિક સ્ટીલ કંપનીઓને તેનો ફાયદો મળશે. એ જ પ્રમાણે ઇકરાના રિપોર્ટ મુજબ વર્ષ ૨૦૧૬માં ખાંડનું ઉત્પાદન ૨૨૨ લાખ ટન રહેવાનું અનુમાન છે, જે પાછલાં વર્ષની સરખામણીએ ૧૧ ટકા ઓછું રહેશે. ઓછા ઉત્પાદનને કારણે ખાંડના ભાવમાં સુધારો નોંધાઇ શકે છે, જેના કારણે શુગર કંપનીઓની બેલેન્સશીટમાં પણ સુધારો જોવાઇ શકે છે. ઉલ્લેખનીય છે કે સ્થાનિક હાજર બજારમાં ખાંડના ભાવમાં ચાલુ કેલેન્ડર વર્ષમાં ૪૦ ટકાનો સુધારો નોંધાઇ ચૂક્યો છે.

You might also like