સ્ટીલ સેક્ટરમાં ‘અચ્છે દિન’ આવશેઃ ક્રેડિટ સુઈસ

મુંબઇ: ચીન સહિત વિશ્વના કેટલાક દેશોમાં નબળા પડી રહેલા અર્થતંત્રના કારણે સ્ટીલ કંપનીઓની આર્થિક મુશ્કેલીઓ વધી છે. ભારતીય સ્ટીલ કંપનીઓ પણ પાછલા કેટલાક સમયથી આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઇ રહી છે, જોકે ક્રેડિટ સુઇસના મત મુજબ ભારતીય સ્ટીલ કંપનીઓના અચ્છે દિન આવી શકે છે. ટાટા સ્ટીલ, જેએસડબ્લ્યુ સ્ટીલ, જેએસપીએલ જેવી સ્ટીલ કંપનીઓનું ‘આઉટ પર્ફોર્મ’નું રેટિંગ આપ્યું છે, જોકે સેઇલનું અંડર પર્ફોર્મનું જ રેટિંગ રાખ્યું છે. ઉલ્લેખનીય છે કે નિફ્ટીના મેટલ ઇન્ડેક્સમાં સકારાત્મક ચાલ જોવા મળી રહી છે. પાછલા બે મહિનામાં ૨૦ ટકાથી વધુનો સુધારો નોંધાતો જોવા મળ્યો છે.

ક્રેડિટ સુઇસના મત મુજબ ડોલરની નરમાઇના કારણે સ્ટીલની પડતર સ્થિર થઇ છે તો બીજી બાજુ ચીન બાજુથી સ્ટીલની માગમાં સુધારો નોંધાયો છે ત્યારે સ્ટીલ કંપનીઓના ઉત્પાદન પ્લાન્ટનો તેની ક્ષમતા કરતાં ઓછો ઉપયોગ થઇ રહ્યો છે તે ઉત્પાદન ક્ષમતાનો ઉપયોગ થવાની શક્યતા છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ઘટતી જતી માગ વચ્ચે જાન્યુઆરી ૨૦૧૬માં વિવિધ બેઇઝ મેટલની કિંમત અઢી દાયકાના નીચલા સ્તરે પહોંચી ગઇ હતી, જોકે ત્યાર બાદ નીચલા સ્તરેથી કિંમતમાં ઉછાળો આવ્યો છે.

You might also like