ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 81.89 ટકા પરિણામ જાહેર

રાજ્યના ધોરણ-12 સાયન્સનું ચોથા સેમેસ્ટરનું  શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના હસ્તે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ-૧ર વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૮૧.૮૯ ટકા જાહેર કરાયું છે. જે ગત વર્ષ કરતા ૨.૮૬ ટકા વધારે છે. ગોંડલ કેન્દ્ર સતત બીજા વર્ષે પણ ૯૮.૭૭ ટકા સાથે ટોપ પર રહ્યું છે. સૌથી ઓછું પરિણામ સિલ્વાસા કેન્દ્રનું ૩૯.૦૯ ટકા રહ્યું છે. જ્યારે અમદાવાદ શહેરની શાળાઓનું પરિણામ ૮પ.૯૮ ટકા અને અમદાવાદ રૂરલની શાળાઓનું પરિણામ ૪.૨૮ ટકા વધીને ૯૦.ર૬ ટકા રહ્યું છે. આ વર્ષે ગત વર્ષની સરખામણીએ વિદ્યાર્થીઓ વિદ્યાર્થિનીઓનાં પ્રમાણમાં પરિણામમાં આગળ રહ્યા છે. વિદ્યાર્થીઓનું પરિણામ ૮ર.૦૬ ટકા જ્યારે વિદ્યાર્થિનીઓનું પરિણામ ૮૧.૬૦ ટકા રહ્યું છે.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનુ 81.89% પરિણામ જાહેર કરવામાં આવ્યું. ધોરણ-12 સાયન્સના પરિણામને લઇને શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે પરિણામ ગત વર્ષ કરતા સારા આવ્યા છે. વિદ્યાર્થીઓને પરિણામ સાથે માર્કશીટ મળી જશે. આ વખતની પરીક્ષામાં ગેરરીતીના 45 કેસ નોંધાય. ગુજકેટમાં એક પણ ગેરરીતિનો કેસ નોંધાયો નથી.

રાજ્યભરમાંથી કુલ ૧૩પ કેન્દ્ર પર ૧,૪૧,૭૮૪ વિદ્યાર્થી નોંધાયા હતા. તે પૈકી ૧,૩૮,૭ર૭ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી તે પૈકી ૧,૧૩,પ૯૮ વિદ્યાર્થી પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થયા છે. જ્યારે ૪પ વિદ્યાર્થીનાં પરિણામ અનામત રાખવામાં આવ્યાં છે.  સીસીટીવી કેમેરા અને ટેબ્લેટના ફૂટેજના આધારે ગેરરીતિ કેસમાં રિઝર્વ કરાયેલા પરિણામમાં અમદાવાદ શહેરના-૬ અને ગ્રામ્યના-૧ કુલ ૭ વિદ્યાર્થીઓનાં પરિણામ રિઝર્વ રખાયાં છે. વિદ્યાર્થીઓને આજે જ શહેરના તમામ નિયત સ્થળેથી પરિણામની માર્કશીટ અને પ્રમાણપત્રની નકલ આપી દેવામાં આવશે.

અમદાવાદ શહેરના કેન્દ્ર પર પરિણામની ટકાવારીમાં મેમનગર કેન્દ્ર ૯૪.ર૬ ટકા સાથે આગળ રહ્યું છે. જ્યારે શહેરનું સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર ૬પ.૧૭ ટકા સાથે સરસપુર રહ્યું છે.

 • સૌથી વધુ પરિણામ ગોંડલ કેન્દ્રનુ 77%
 • સૌથી ઓછુ પરિણામ સેલવાસ કેન્દ્રનુ 09 %
 • સૌથી વધુ પરિણામ બોટાદ જિલ્લાનુ 02%
 • સૌથી ઓછુ પરિણામ છોટાઉદેપુર જિલ્લાનુ 54 %
 • રાજ્યની 118 શાળઓનુ પરિણામ 100 ટકા
 • 589 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે ઉતિર્ણ
 • 5189 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ સાથે ઉતિર્ણ
 • 1,38,727 પૈકિ 1,13,598 વિદ્યાર્થીઓ ઉતિર્ણ
 • A ગ્રુપમાં 81 ટકા પરિણામ
 • B ગ્રુપમાં 35 ટકા પરિણામ
 • AB ગ્રુપમાં 36 ટકા પરિણામ
 • દિવ્યાંગ વિદ્યાર્થીઓનુ 10 ટકા પરિણામ
 • અમદાવાદ શહેરનુ 98 ટકા પરિણામ
 • અમદાવાદ ગ્રામ્યનુ 26 ટકા પરિણામ
 • અમેરલી જિલ્લાનુ 91 ટકા પરિણામ
 • કચ્છ જિલ્લાનુ 68 ટકા પરિણામ
 • ખેડા જિલ્લાનુ 68 ટકા પરિણામ
 • જામનગર જિલ્લાનુ 57 ટકા પરિણામ
 • જૂનાગઢ જિલ્લાનુ 06 ટકા પરિમામ
 • ડાંગ જિલ્લાનુ 42 ટકા પરિણામ
 • પંચમહાલ જિલ્લાનુ 69 ટકા પરિણામ
 • બનાસકાંઠા જિલ્લાનુ 86 ટકા પરિણામ
 • ભરૂચ જિલ્લાનુ 14 ટકા પરિણામ
 • ભાવનગર જિલ્લાનુ 53 ટકા પરિણામ
 • મહેસાણા જિલ્લાનુ 93 ટકા પરિણામ
 • રાજકોટ જિલ્લાનુ 24 ટકા પરિણામ
 • વડોદરા જિલ્લાનુ 33 ટકા પરિણામ
 • વલસાડ જિલ્લાનુ 72 ટકા પરિણામ
 • સાબરકાંઠા જિલ્લાનુ 12 ટકા પરિણામ
 • સુરત જિલ્લાનુ 72 ટકા પરિણામ
 • સુરેન્દ્રનગર જિલ્લાનુ 96 ટકા પરિણામ
 • આણંદ જિલ્લાનુ 61 ટકા પરિણામ
 • પાટણ જિલ્લાનુ 80 ટકા પરિણામ
 • નવસારી જિલ્લાનુ 57 ટાક પરિણામ
 • દાહોદ જિલ્લાનુ 53 ટકા પરિણામ
 • પોરબંદર જિલ્લાનુ 61 ટકા પરિણામ
 • નર્મદા જિલ્લાનુ 75 ટકા પરિણામ
 • ગાંધીનગર જિલ્લાનુ 52 ટકા પરિણામ
 • તાપી જિલ્લાનુ 74 ટકા પરિણામ
 • અરવલ્લી જિલ્લાનુ 64 ટકા પરિણામ
 • દેવભૂમિદ્વારકા જિલ્લાનુ 66 ટકા પરિણામ
 • ગીર સોમનાથ જિલ્લાનુ 70 ટકા પરિણામ
 • મહિસાગર જિલ્લાનુ 17 ટકા પરિણામ
 • મોરબી જિલ્લાનુ 92 ટકા પરિણામ
  http://sambhaavnews.com/
You might also like