ધો.૧૨ સાયન્સ પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર, અમદાવાદના માત્ર ૨૩૪ વિદ્યાર્થી થયા પાસ

અમદાવાદ: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો.૧૦ અને ૧રની પૂરક પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરાયું છે, જેમાં ધો.૧ર સાયન્સમાં નોંધાયેલા ૪ર૭ર૧ વિદ્યાર્થીઓ પૈકી માત્ર ૩૦૦૮ એટલે કે માત્ર ૭.૬૩ ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે, જ્યારે ધોરણ-૧ર સામાન્ય પ્રવાહમાં પ૯૧૮૩ વિદ્યાર્થીઓ પૈકી ૪૩૬૮૯ વિદ્યાર્થીઓ ૩૭ ટકા પરિણામ સાથે ઉત્તીર્ણ થયા છે. ધો.૧૦ના પ૩ર૮૯ ઉમેદવારો પૈકી ૧૩૬ર૦ વિદ્યાર્થીઓ પાસ થયા છે, જે ર૭.૭ ટકા છે.

જેમાં અમદાવાદના ધોરણ-૧ર સામાન્ય પ્રવાહના પ૩૪૯ પૈકી ર૩૩૯ અને વિજ્ઞાન પ્રવાહમાં ર૮પ૩ પૈકી માત્ર ર૩૪ વિદ્યાર્થીઓ તેમનું વર્ષ બચાવવામાં સફળ થયા છે. ૮ જુલાઇના રોજ ધોરણ-૧૦ અને ૧રની પૂરક પરીક્ષા યોજાઇ હતી. ધોરણ-૧૦ અને ૧રની મુખ્ય પરીક્ષામાં અસફળ રહેલા છાત્રો માટે જુલાઇ મહિનામાં પૂરક પરીક્ષા યોજાય છે. આજે પાસ થનારા વિદ્યાર્થીઓનું વર્ષ બગડતું અટકી જશે. ધોરણ-૧ર વિજ્ઞાન પ્રવાહમાં કુલ ૪ર,૭ર૧ વિદ્યાર્થી નોંધાયા હતા, જેમાં ૩૯૪ર૩ વિદ્યાર્થી હાજર રહ્યા હતા, જેમાંના ૩૦૦૮ વિદ્યાર્થી પાસ થયા છે. આ પરીક્ષા દરમ્યાન કુલ ૮ ગેરરી‌િતના કેસ નોંધાયા હતા.

અમદાવાદ શહેર અને ગ્રામ્યના કુલ ર૬ર૩ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તેમાં ર૩૪ વિદ્યાર્થીઓ પાસ થયા હતા, જ્યારે
સામાન્ય પ્રવાહમાં અમદાવાદના ૪પ૮૯ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં ર૩પ૦ વિદ્યાર્થીઓ પાસે થયા છે, જ્યારે એસ.એસ.સી.ની પરીક્ષામાં ૪૯,૧૭૧ વિદ્યાર્થી પૈકી ૧૩૬ર૦ વિદ્યાર્થીઓ પાસ થયા છે.

ધોરણ-૧ર સામાન્ય પ્રવાહમાં કુલ ૪૩૬૮૯ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેનું ૩૭.૧પ ટકા પરિણામ જાહેર કરાયું છે. એસએસસીમાં કુલ ૮૦૯૦૦ નાપાસ વિદ્યાર્થીઅો પૈકી પ૩ર૮૯ વિદ્યાર્થીઓ ર‌િજસ્ટર્ડ થયા હતા. માર્ચ-ર૦૧૭માં લેવાયેલી પરીક્ષામાં એક અથવા બે વિષયમાં નાપાસ વિદ્યાર્થી પૂરક પરીક્ષા આપીને તેમનું વર્ષ બચાવી શકે છે. એસ.એસ.સી.માં ગુજરાતી માધ્યમનું પરિણામ ર૭.૯ ટકા અને અંગ્રેજી માધ્યમનું પરિણામ ર૬.૪ ટકા રહ્યું છે.

એસએસસીની પૂરક પરીક્ષામાં સૌથી વધુ વિદ્યાર્થીઓ ગણિત વિષયમાં નોંધાયા હતા, તેમની સંખ્યા ૪૬૦૩૮ હતી, જેમાં ગણિતમાં ૧૧,૯૧૭ ઉમેદવારો પાસ થયા હતા. આજે પરિણામના પ્રમાણપત્ર અને ગુણપત્રક વિદ્યાર્થીઓને ૧૧થી ૪ કલાક દરમિયાન આપી દેવામાં આવશે.

You might also like