ધો-૧૨ સાયન્સ-ગુજકેટનું પરિણામ ૧૭ મેની અાસપાસ જાહેર થશે

અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સાયન્સ ચોથા સેમેસ્ટરનું પરિણામ અને ગુજકેટનું પરિણામ એકસાથે આવતા સપ્તાહે ૧૭ મે આસપાસ જાહેર થવાની શક્યતા હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે. ગત વર્ષે ૭૯.૩ ટકા પરિણામ જાહેર થયું હતું, જે આ વર્ષે પણ ૮૦ ટકા આસપાસ રહેવાની શક્યતા છે. ગત વર્ષે પણ ગુજકેટનું પરિણામ ધો.૧ર વિજ્ઞાન પ્રવાહના પરિણામની સાથે જ જાહેર કરાયું હતું.

ધોરણ-૧ર સામાન્ય પ્રવાહ અને સાયન્સ ચોથા સેમેસ્ટરની પરીક્ષામાં આ વર્ષે ગત વર્ષની સરખામણીએ એક હજાર વિદ્યાર્થીઓ વધુ નોંધાયા છે. ધોરણ-૧૦ અને ૧રની બોર્ડની પરીક્ષામાં કુલ ર૩ હજાર વધુ વિદ્યાર્થી નોંધાયા છે. ૧પ માર્ચ, ર૦૧૭ના રોજ લેવાયેલી પરીક્ષાની ઉત્તરવહીનું મૂલ્યાંકન કરવા સહિતની તમામ કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે. માર્કશીટ સાથે ધો.૧રના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર છે, પરંતુ આ વર્ષે પણ પરિણામ ગુજકેટના પરિણામની સાથે જ જાહેર કરવાના લેવાયેલા શિક્ષણ વિભાગના નિર્ણયના કારણે ૧ર થી ૧પ દિવસ મોડું કરાયું છે. એક તબક્કે વિભાગ દ્વારા પરિણામ જાહેર કરવાની જાહેરાત થઇ ચૂક્યા બાદ પાછી ખેંચી લેવાઇ હતી. ધો.૧રના પરિણામની અસર ગુજકેટની પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થીના માનસ પર અવળી ન પડે તે કારણસર પરિણામ જાહેર કરવાનું મુલતવી રખાયું હોવાનો ખુલાસો કરવો પડ્યો હતો.

બોર્ડનાં સૂત્રોના જણાવ્યા અનુસાર આ સપ્તાહ ગુજકેટના પરિણામની તૈયારી માટે જશે, જેના કારણે ગુજકેટની સાથે ધો.૧ર વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૧૭ મે આસપાસ જાહેર કરવામાં આવશે. આ વર્ષે ગત વર્ષની સરખામણીએ પરીક્ષા એક સપ્તાહ મોડી લેવાઇ હતી, પરંતુ પરિણામ જાહેર કરવા બાબતે સપ્તાહનું મોડું નહીં થાય. આ વર્ષે ૧.૩૯ લાખ વિદ્યાર્થી ૧ર સાયન્સની પરીક્ષા માટે ર‌િજસ્ટર થયા હતા.
http://sambhaavnews

You might also like