28મી Mayના રોજ જાહેર થશે ધોરણ-10નું પરિણામ, 11 વાગે સ્કૂલમાંથી મળશે માર્કશીટ

રાજ્યમાં લેવાયેલ ધોરણ-10ના પરિણામની તારીખ જાહેર કરવામાં આવી છે. ધોરણ-10નું પરિણામ 28મે જાહેર કરવામાં આવશે. ધોરણ-10ના વિદ્યાર્થીઓ સવારે 8 વાગે વેબસાઇટ પરથી પરિણામ જોઇ શકશે. જ્યારે વિદ્યાર્થીઓને તેની સ્કૂલમાંથી 11 વાગે માર્કશીટ મળી જશે.

ઉલ્લેખનીય છે આ અગાઉ ધોરણ-10ના પરિણામને લઇને તારીખો જાહેર કરવામાં આવી હતી, જો કે સરકાર દ્વારા આ તારીખને લઇને જણાવ્યું હતું કે હજુ સુધી કોઇ સત્તાવાર તારીખ જાહેર થઇ નહોતી. જો કે પરિક્ષા સમિતિની બેઠક બાદ નિર્ણય લેવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું.

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૦ પરીક્ષાનું પરિણામ ર8 મેના જ જાહેર કરવામાં અાવશે. વિદ્યાર્થીઓ www.gseb.org વેબસાઇટ પર આ પરિણામ જોઇ શકશે.

You might also like