ધોરણ ૧૦નું ૧૭ મે, ધો.૧૨ સાયન્સનું ૨૫ મેના રોજ પરિણામ

અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ ૧૦ અને ધોરણ ૧રની પરીક્ષાના પરિણામનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ચુકયું છે. ધોરણ ૧૦નું પરિણામ ૧૭ મે અને ધોરણ ૧ર સાયન્સ પ્રવાહનું પરિણામ રપ મે તેમજ ધોરણ ૧ર સામાન્ય પ્રવાહનું પરિણામ ૩૦ મેના રોજ જાહેર થશે તેમ અાધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ધોરણ ૧ર સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ ૮ માર્ચથી શરૂ કરાઇ હતી. પહેલી વાર શિક્ષણ બોર્ડ મે માસમાં વહેલું પરિણામ જાહેર કરી રહ્યું છે. જેને કારણે ધોરણ ૧૦ અને ૧ર પછીની આગળના અભ્યાસક્રમની પ્રક્રિયા પણ વહેલી શરૂ થઇ જશે.

ધોરણ ૧૦માં રાકુલ નવ લાખથી વધુ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. જ્યારે ધોરણ ૧ર કોમર્સમાં ૬.પ૦ લાખ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. પેપર મૂલ્યાંકનની કામગીરીમાં આ વર્ષે બોર્ડ દ્વારા વધુ બે સેન્ટર કાર્યરત કરાયાં હતાં. જેના કારણે કામગીરી વહેલી પૂરું થઇ હતી. ચકાસણી ડેટા એન્ટ્રી સહિત માર્કશીટની કામગીરી પૂર્ણ થઇ ગઇ હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું.

ધોરણ ૧૦નું પરિણામ પપ ટકા આસપાસ રહેવાની શકયતાઓ શિક્ષણ જગતમાં વ્યક્ત થઇ રહી છે. જ્યારે ધોરણ ૧રનું સાયન્સ પ્રવાહનું પરિણામ અંદાજે ૮૦ થી ૮પ ટકા જેટલું ઊંચું આવે તેવી શકયતા છે. ધોરણ ૧૦ કોમર્સનું પરિણામ આશરે ૪પ થી પ૦ ટકા જેટલું રહેવાની સંભાવના છે.

ગત વર્ષ ધોરણ ૧૦નું પરિણામ રજી જૂને ધોરણ ૧ર વિજ્ઞાન પ્રવાહનું પરિણામ રપ મે અને સામાન્ય પ્રવાહનું પરિણામ ૩૦મી મેના રોજ જાહેર થયું હતું. ગત વર્ષની સરખામણીએ ધોરણ ૧૦નું પરિણામ ૧પ દિવસ વહેલું જાહેર થશે.  રાજ્યમાં કુલ ૧૮.૭પ લાખ વિદ્યાર્થીએ બોર્ડની પરીક્ષા આપી હતી. ધોરણ ૧રની પરીક્ષામાં ૭૮,૯૪પ અને ધોરણ ૧૦ની પરીક્ષામાં ર૭,૦પ૮ ખાનગી વિદ્યાર્થીની પરીક્ષા પણ બોર્ડની પરીક્ષાની સાથે લેવાઇ હતી. અમદાવાદમાં કુલ ૧.૧ર લાખ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી.

You might also like