ખુશ રહેવાથી ઉંમર વધતી નથી, દુઃખી રહેવાથી ઉંમર ઘટતી નથી

એવું કહેવાય છે કે લાંબુ અને સારું જીવન જીવવું હોય તો હંમેશાં ખુશ રહો. દુખી અને સ્ટેસફૂલ જીવન તમારી જિંદગી ટૂંકી કરી નાંખે છે. પરંતુ અા માત્ર એક માન્યતા છે તેમ બ્રિટનના રિસર્ચરોનું કહેવું છે. અા સંશોધકોનું કહેવું છે કે ખુશ રહેવાથી જીવનશૈલી પર કોઈ એવી અસર પડતી નથી. સ્ટ્રેસ અને દુખથી રોગો થાય છે અને માણસ વહેલાે મરી જાય છે તે વાત પણ સાચી નથી. અોસ્ટ્રેલિયાના રિસર્ચરનું કહેવું છે કે કોઈ પણ રોગ તમને દુખી કરે છે પરંતુ દુખી રહેવાથી રોગ થાય છે તેવું નથી.

You might also like